________________
૧૪૭
સાતમું]
આ. શ્રીસ્થૂલિભદસરિજી કેશા કહું? એ પાપીઓ તે જ ઉપકોશાને ત્યાં જાય છે, મજા કરે છે, ઊંચુ મદ્યપાન કરે છે અને ઉપકેશાને ત્યાં જ જીવન ગુજારે છે.”
શ્રીયક–ખરે જ. એ દુષ્ટ દુર્જન પુરુષે પિતાનું મૃત્યુ કરાવ્યું અને ભાઈને પણ વિયાગ કરાવ્યું.”
કેશા–“મને વિયોગ કરાવનાર કદી સુખી નહિ થાય. મારી દુભાતી લાગણીઓ કહે છે કે છેવટે એ કૂતરાના મોતે જ મરશે.”
એકવાર રાજાએ પણ શ્રીયકને કહ્યું: “ભાઈ! તારા પિતાજી ગયા. આજે હું જોઈ રહ્યો છું કે નંદવંશને અંતકાળ નજીકમાં હોય એવા ઓળા પડતા જણાય છે અને એવા ગેબી અવાજે મને સંભળાય છે કે જાણે નંદરાજ્યના પતનની ઘડી બે ઘડી ગણાઈ રહી છે. આજે એ કુશળ મંત્રિરાજ હોત તે મને આ ચિંતા નહેત; તું હજી યુવાન છે, અનુભવની ખામી છે, તારામાં તારા પિતાની મુત્સદ્દીગીરી, ડહાપણુ, ગંભીરતા, ઉદારતા, અને ધીરજ આવતાં વાર થશે. એ તે કસાયેલા રાજપુરુષ હતા.
શ્રીયક બે –“રાજન! વાત તે સાચી છે. મને દિવસ ને રાત ચેન નથી પડતું, અને તે લાગે છે કે વરરચિએ આખા રાષ્ટ્ર અને રાજયને દ્રોહ કર્યો છે. પિતાના નજીવા સ્વાર્થને ખાતર એણે આપને ભરમાવ્યા અને આપ પણ વહેમી બની ગયા. અમારી બ્રાહ્મણની નાતમાં આ જ અવગુણ છે કે, ગ્રાહા ગ્રાહ્મit , સ્થાનવત શુર્થાથ એણે તો વૈર જ વાછર્યું છે. હવે તે તે મપાન કરે છે અને વેશ્યાને ત્યાં મજા ઉડાવે છે.”
આ સાંભળી રાજા આશ્ચર્યચકિત થયે. તેણે પૂછયું: “શું વરરુચિ મદ્યપાન કરે છે! પંડિતરાજ થઈને આવું અધમ જીવન ગાળે છે!”
શ્રીયકા–“હા ! આપને કાલે જ નજરે બતાવું.”
બીજે દિવસે રાજસભા ચિકાર ભરાઈ હતી અને વરરચિ ઉત્તમ વસ્ત્રો પહેરી લતા હાથીની જેમ ત્યાં આવી રહ્યો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org