________________
૧૪૨
જૈન પર પરાના ઇતિહાસ
[ પ્રકરણ
આજે એણે ચદ્રહાસ મદ્ય ખૂબ દ્વીચ્યા હતા. શ્રીયકે રાજસભ્યાને કમલનું ફૂલ સુધવા આપ્યું અને વરુચિને મીઢાળના રસથી ભરેલું કમળનું ફૂલ આપ્યું. વરરુચિએ ચંદ્રહાસ પીધેલા ઢાવાથી તે સૂંધતાંજ તને જોરથી ઉલ્ટી થઇને તેમાંથી દારૂની દુર્ગધ છૂટવા લાગી. રાજા અને રાજસભ્યાએ આ જોઈ એને તિરસ્કારથી કાઢી મૂકો. બીજા પડિતાએ જાહેર કર્યુ કે, આવા વિદ્વાન અને કર્મકાંડી ભુદેવે તે આના પ્રાયશ્ચિત્તમાં ગરમાગરમ સીસાથી ભરેલુ' સૂષાપાત્ર પીવું જોઈએ. વરરુચિને તે પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યા વિના છૂટકા ન હતા. એને હવે એમ થયું કે “ શકટાલ એ દાના દુશ્મન હતા. તે બહાદુરીથી માઁ છે. મારે તા આજે કૂશને માતે મરવું પડે છે. ” આખરે એને ગરમાગરમ સીસું પીવડાવ્યું અને એ મૃત્યુને શરણ થયા. ખરેખર, કર્મીની ગતિ કેવી વિચિત્ર છે ! · જેવી કરણી, તેવી પાર ઊતરી. ’
"
ચામાસાના દિવસેા નજીક આવ્યા છે. સ્થૂલભદ્ર મુનિ ગુરુચરણે એસી શાસ્ત્રના અભ્યાસ કરી રહ્યા છે. આદર્શ સાધુજીવન ગાળી રહ્યા છે. તેમણે ત્યાગ, તપ અને સંયમનું અભેદ્ય ખખ્ખર ધારણ કર્યું. છે. અહિંસા, સત્ય, ક્ષમા અને મૈત્રી ભાવનાં અમેઘ શાસ્ત્રો તેમના હાથમાં છે, અને જ્ઞાનના ઝગઝગતા સૂર્ય તેમના હૃદયમાં ઝળહળી રહ્યો છે.
એક મુનિવરે ગુરુ શ્રીસંભૂતિવિજયસૂરિ પાસે ખાજ્ઞા માગી કે, ‘ગુરુદેવ ! આપ રજા આપે! તે હું ચાર માસના ઉપવાસ કરી સિ'હની ખેડના દરવાજા પાસે કાયાત્સર્ગમાં રહીશ.” બીજા શિષ્યે વિનતિ કરી કે, ‘પ્રભા ! હું મહાવિષધર સાપના શકુડા ઉપર બેસી ઉપવાસથી ચારે મહિના કાર્યાત્મમાં રહીશ. ' ત્રીજા મુનિવર
લ્યા: ‘હું કૂવાના કાંઠા ઉપર ચાર મહિના ઉપવાસી રહી ધ્યાનમગ્ન બની રહીશ.' બીજા ખીજા મુનિવરોએ પશુ ચાગ્ય સ્થાને ચામાસું જવાની આજ્ઞા માગી. હવે નૂતન મુનિ શ્રીસ્થૂલસદ્ધજીને વારો આવ્યો. મગધના મંત્રીશ્વરના આ પુત્ર કેળના ગર્ભ જેવા સુકામળ, કમળ જેવા મુલાયમ અને ચંપાના ફૂલ જેવા સાનેરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org