________________
સાતમું] આ૦ શ્રીરથલિભદ્રસૂરિજી
૧૧ ધમની ગૌરવભરી બીના છે. પરંતુ જે ઘટના બની જ ન હોય, તેને કેવળ ધર્મની મહત્તા વધારવા ખાતર ઊભી કરવી, એ તો ન્યાયસંગત નથી જ. દિગંબર ગ્રંથોમાં પણ કંઈ આવું જ બન્યું છે.
જૈન ઈતિહાસમાં મૌર્ય ચંદ્રગુપ્તનું જૈનત્વ, મંત્રી ચાણક્યની જેન દીક્ષા અને તાત્કાલીન બીજી દીક્ષાઓ વગેરેના ઉલેખે મળે છે. યદિ સમ્રાટ ચંદ્રગુપ્ત દીક્ષા લીધી હતી તે તેને ઉલેખ ત્યાં જરૂર કરવામાં આવત પણ જૈન ઇતિહાસમાં એ ઉલ્લેખ મળતો નથી. પુરાણ, બૌદ્ધગ્રંથ, કે કથાસરિતસાગરમાં પણ તેવું કંઈ સૂચન મળતું નથી, એટલે ચંદ્રગુપ્તની દીક્ષાની વાત પાયા વગરની ઠરે છે. - દિગંબર ગ્રંથમાં શ્રત કેવળી આ શ્રીભદ્રબાહુને આચાર્યપદકાળ વીર સં. ૧૩૩ થી ૧૬૨ બતાવ્યો છે અને મૌર્ય ચંદ્રગુપ્તને રાજકાળ વીર સં. ૨૧૫ થી શરૂ થતે બતાવ્યો છે. વચમાં પ૩ વર્ષનું આંતરું પડે છે એટલે જ્યાં એ બંને મળ્યા જ નથી, ત્યાં ગુરુ-શિષ્ય હોવાની કે દીક્ષાની વાત જ શી કરવી?
વેતાંબરની એક પ્રાચીન માન્યતા પ્રમાણે મૌર્ય ચંદ્રગુપ્તનો સમય વીર નિ. સં. ૧૫૫ છે. એ સમયે બારવણી દુકાળ ચાલતે હતું અને આચાર્ય શ્રી મહાપ્રાણ ધ્યાન કરતા હોવાથી બીજાના સંસર્ગમાં આવતા જ નહોતા, તેમજ સમ્રાટ ચંદ્રગુપ્ત પણ ન નો રાજા થવાથી દેશને વ્યવસ્થિત કરવાની ખટપટમાં પડ્યા હતું. આ પરિસ્થિતિમાં સમ્રાટ આચાર્યશ્રીનાં દર્શન કરવાને કુરસદ મેળવે એટલું જ શક્ય છે. ચંદ્રગુપ્તને રાજકાળ ૨૫ થી ૨૮ વર્ષને લેખાય છે. એ રીતે પણ મૌર્ય ચંદ્રગુપ્તની દીક્ષા તે કલ્પનારૂપ જ બની રહે છે.
દિગંબરે મૃતકેવળી ભદ્રબાહુસ્વામીનું દક્ષિણમાં સ્વર્ગગમન માને છે પરંતુ શ્રવણબેલગોલને કનડી શિલાલેખ, આ૦ હરિણસૂરિના કથાકેષ અને બ્ર. નેમિદત્તને આરાધનાકથાકેષ આ
કાળ ચાલત
મહાપ્રાણ પ્રધાન
સંસર્ગમાં આવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org