________________
૧૬૦ જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ | ભારતના ઈતિહાસમાં ચંદ્રગુપ્ત મૌર્ય પ્રથમ જ એ ભારતીય રાજા થયેલ છે કે જેણે પશી વિજેતા સેલ્યુકસને જબ્બર હાર આપી, તેની પાસેથી દંડના બદલામાં આજકાલના વાયવ્ય સરહદ પ્રાંતના કાબૂલ, હિરાત તથા કંદહારની આસપાસ રહેલ પરોપનિંસદ, એરિયાઅન, અરજિયા પ્રાંત મેળવ્યા હતા. તેમજ તેની કન્યા એથીનાને પોતાની રાણી બનાવી હતી. સેલ્યુકસના રાજદૂત મેગેસ્થિનિસે પોતાના “પ્રવાસ પુસ્તકમાં ચંદ્રગુપ્તના સમયના હિંદનું જે વર્ણન લખ્યું છે તે વાંચતાં એમ લાગે છે કે તે વખતે હિંદમાં મહાન પ્રતાપી રાજા ચંદ્રગુપ્ત જ હતું અને ત્યારે ભારત ઉન્નતિના શિખરે ઊભું હતું.
મંત્રીશ્વર ચાણક્યની સહાયતાથી મૌર્યવંશની રાજગાદી સ્થાપનાર આ મહાન રાજા જૈનધર્મ પાળી સ્વર્ગવાસ પામે.
સમ્રાટ ચંદ્રગુપ્ત જૈન મંદિર બંધાવ્યા અને જૈન મૂર્તિઓ કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. સમ્રાટ ચંદ્રગુપ્તના સમયની એક પ્રાચીન મતિ ત્રણસો વર્ષ પહેલાં ઘાંઘાણી તીર્થમાં બિરાજ. માન હતી એ એતિહાસિક ઉલ્લેખ મળે છે.
મૌર્ય ચંદ્રગુપ્ત જૈનધમી હત; એમ તે દરેક વિદ્વાન સ્વીકારે છે. કિન્તુ દિગંબર વિદ્વાને ઊમરે છે કે “મૌર્ય ચંદ્રગુપ્ત તકેવળી આ. ભદ્રબાહસ્વામી પાસે જેન દીક્ષા લીધી હતી.” તે વાત કલ્પનારૂપ જ છે.
વિક્રમની બીજી સદી સુધી શ્વેતાંબર કે દિગંબરના ભેદ પડયા હતા એટલે તે સમય પહેલાં જે જે જૈન મુનિઓ થયા તે દરેક માટે શ્વેતાંબર કે હિંગબર એકસરખું અભિમાન લે છે. ચંદ્રગુપ્ત જે સમ્રાટ દીક્ષા લે એ તે ખરેખર જેન
૧. સમ્રાટ ચંદ્રગુપ્ત જૈન હતો તેના પ્રમાણ માટે જુઓ – મૌર્ય સામ્રાજ્યકા ઇતિહાસની કે. પી. જાયસવાલે લખેલી ભૂમિકા; મિથબંધુલિખિત “ભારતવર્ષ કે ઇતિહાસ” ખંડ ૨, પૃ. ૧૨૧ તથા જનાર્દન ભટ્ટે લખેલ “અશોકકે ધમલેખ” પૃ. ૧૪ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org