________________
૧૫૯
હું વિકાસ ત્યાગી
સાતમું ]
આ૦ શ્રીધૂલિભદ્રસૂરિજી કરીએ, કિન્ત શુદ્ધ આહાર પણ અમને ક્યાંયથી મળતું નથી.”
પછી સૂરિજીએ ચાણક્યને કહ્યું કે, “હે ભદ્ર! સંઘમાં રહેલા તમારા જેવા પુરુષો પણ જ્યાં માત્ર કુક્ષિભર જ બની રહે, ત્યાં આ બાળક સાધુ શું કરે?” ચાણક્યને પિતાની ભૂલ સમજાઈ. તેણે બે હાથ જોડીને કહ્યું કે, “હે પ્રભે! અપરાધ માફ કરે. આપને હવે પછી કોઈ પણ જાતની તકલીફ નહિ પડે. સાધુમહાત્માઓને જે કાંઈ જોઈએ તે મારે ત્યાંથી વિના સંકેચે લઈ જાય, હું મુનિ-મહાત્માઓની ભકિત કરીશ.”
મંત્રીશ્વર ચાણક્ય જ્ઞાતિએ બ્રાહ્મણ હતા, છતાં ધ ચૂત જેન હતો. એણે રાજાને જેન બનાવવા માટે પણ ભગીરથ પ્રયત્ન કર્યો. એણે રાજાને કહ્યું કે, “સાચે ત્યાગી સાધુ એ જ છે કે જે કંચન અને કામિનીને સર્વથા ત્યાગી હોય.' ચંદ્રગુપ્ત આની પરીક્ષા કરી. જેમાં આખરે જૈન સાધુઓ સફળ નીવડ્યા. ચંદ્રગુપ્ત ચાણક્યના પ્રયત્નથી અને જૈન સાધુઓના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો હતે. એ ધીમે ધીમે જેનધર્મને પરમ અનુરાગી થયે અને એણે જેનધર્મના પ્રચાર માટે પણ સક્રિયપ્રયત્ન કર્યો હતે.
ચાણક્ય ભવિષ્યને ખ્યાલ રાખી ચંદ્રગુપ્તને ઝેરનો વિકાર જીતવા, ધીમે ધીમે રસાયન તુય વિષાહાર આપવા લાગ્યા. ચંદ્રગુપ્તને તે તે વિષ પચવા માંડયું, પરંતુ એકવાર પટ્ટરાણી કે જે ગર્ભવતી હતી, તેણે આગ્રહ કરી રાજાની સાથે ભેગા બેસીને રાજાને જ આહાર ખાવાની હઠ લીધી અને માત્ર એક જ કેળિયો પેટમાં જતાં, રાજાના વિષાહારે રાણીને ભયંકર અસર કરી. રાણી તે મૃત્યુ પામી. પરંતુ ચાણક્યની દક્ષતાથી તેને ગમે બચી ગયો. એ બાળકના માથા ઉપર એક વિષનું બિન્દુ પડયું હતું માટે બાળકનું નામ બિન્દુસાર પાડવામાં આવ્યું.
ચંદ્રગુપ્ત ૨૪ વર્ષ રાજ્ય કર્યું. ત્યાર પછી એને પુત્ર બિન્દુસાર ગાદીએ બેઠો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org