________________
૧૫૫
સાતમું]
આ૦ શ્રીસ્થૂલિભદ્રસૂરિજી આ યુગમાં જ થઈ છે. છતાં એ પડતે કાળ હતે એ વાત ચોક્કસ છે. એમના સ્વર્ગ સાથે જ છેલ્લા ચાર પૂર્વેનું જ્ઞાન, મહાપ્રાણુ ધ્યાન, સમચતુરઅસંસ્થાન, અને વજaષભનારાયસંહનનને પણ વિરછેદ થયો.
જેનરાજાઓ વગેરે આ સમયે મંત્રી શકટાલ અને મંત્રી શ્રીયક જેન મંત્રીઓ થયા છે, તેમજ યક્ષા વગેરે સાત બહેને પ્રભાવિક સાધ્વીએ થઈ છે, તે દરેકનું ચરિત્ર ઉપરના જીવનચરિત્રમાં આવી ગયું છે.
આ સમય દરમિયાન ચંદ્રગુપ્ત, બિંદુસાર, અશક અને બલભદ્ર વગેરે રાજાઓ થયા છે, જેમને પરિચય આ પ્રમાણે છે:
મોર્યવંશ-સમ્રાટ ચંદ્રગુપ્ત ભારતના ઇતિહાસમાં મૌર્ય વંશનું રાજ્ય સ્થાપનાર મહારાજા ચંદ્રગુપ્ત થયો છે. ક. સ. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી પિતાના
પરિશિષ્ટપર્વમાં ચંદ્રગુપ્તની ઉત્પત્તિનો ઈતિહાસ આ રીતે આપે છે.
નંદ રાજાના મયૂર રક્ષકેના મુખીને ત્યાં ચંદ્રગુપ્તને જન્મ થયો હતે. મયૂર પિષક કુટુંબમાં એને જન્મ થયે હોવાથી એ મોર્યવંશી કહેવાય છે. આ સુખીની પત્નીને ગર્ભાવસ્થામાં એ દેહદ થયે હતું કે ચંદ્રમાને પી જાઉં. આ દેહદ કઈ રીતે પૂર્ણ થતું નહોતું. એકવાર ચાણકય ભિક્ષુક
૧. મૌર્ય વંશના નામ માટે ભિન્ન ભિન્ન મત મળે છે.
ગૌતમબુદ્ધના શાપ કુટુંબના કેટલાક માણસે નંદરાજાના આક્રમણથી પિતાનું સ્થાન છોડી હિમાલયના પ્રદેશમાં મયુરનગર વસાવી ત્યાં રહેવા લાગ્યા. એ લેકે પાછળથી મોય કહેવાયા. ચંદ્રગુપ્તનો જન્મ આ વંશમાં થયા છે માટે તે મૌયવંશી કહેવાય છે.
–(“મહાવંશકી ટીકા. “મૌર્ય રાયકા ઈતિહાસ' પૃ. ૧૦૭) પુરાણાએ એને મૂરા નામની દાસીને પુત્ર લખેલ છે. પરંતુ આ વસ્તુ ઇતિહાસસિહ નથી, ચંદ્રગુપ્ત પ્રથમ બૌદ્ધધમી અને પાછળથી જેનધમી થયે હેવાથી પુરાણુકાએ ચંદ્રગુપ્તનું ઘસાતું લખ્યું હોય એ બનવાજોગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org