________________
૧૪૩
સાતમું ]
આ શ્રીરથૂલિભદ્રસૂરિજી આવ્યું. એણે ભયંકર કલ્પનાના ઘોડા દેડાવ્યા ને પ્રજામાં એવા સમાચાર વહેતા મૂક્યા કે, “મંત્રીશ્વર શસ્ત્રો તૈયાર કરાવી રાજાને મારી નાખી સ્વયં રાજા બનવાની કોશીશ કરે છે.” એણે બાળકનું જાથ ઊભું કરી ઈનામ વહેચી ગામમાં સરઘસ કઢાવ્યું અને એ બાળકે પાસે ગવરાવ્યું કે–
"न वेत्ति राजा यदसौ, शकटालः करिष्यति। व्यापाद्य नन्दं तद्राज्ये, श्रीयकं स्थापयिष्यति ॥"
આ સમાચાર નંદરાજને કાને અથડાયા. એણે પિતાને અંગત ગુપ્તચર એકલી તપાસ કરાવી અને શકટાલ મંત્રીશ્વરને ત્યાં આભૂષણે અને શસ્ત્રો બને છે એ જાણી એ વહેમ ખાઈ ગયે. તે આગળ પાછળનાને વિવેક-વિચાર ભૂલ્યા ને એક જ ધૂનને કહે એના મગજને કેરી ખાવા લાગ્યા. એ સાચું જ છે કે વહેમનું કોઈ ઔષધ હતું જ નથી.
બીજે દિવસે શકટાલે રાજસભામાં આવી નિયમ પ્રમાણે રાજાને પ્રણામ કર્યા પણ નંદરાજે ગુસ્સામાં ને ગુસ્સામાં શકટાલની સલામ ન ઝીલી. શકટાલ બહુ જ કુશલ અને દક્ષ હતા. એને પણ બાળકોના સરઘસના સમાચાર મળ્યા જ હતા, એ તરત સમજી ગયો કે નંદરાજ મારી ઉપર ગુસ્સે થયે છે. એને પિતાના જ પૂર્વજ કલ્પક મંત્રી ઉપર પ્રથમ નંદરાજે કરેલા જુલમની યાદ આવી, તેમજ રાજાને પાછળથી થયેલે પશ્ચાત્તાપ પણ યાદ આવ્યા. બુદ્ધિશાળી મંત્રીશ્વર તરત ઘેર ગયે અને નિર્ણય કરી લીધું કે કુટુંબને બચાવવા પોતે જ પિતાનું સમર્પણ કરવું. એણે શ્રીયકને સમજાવ્યું કે કાલે તું રાજસભામાં તલવારથી મારું માથું ઉડાવી દેજે? પુત્રે ઘણું આનાકાની કરી પરંતુ આખરે કુલની રક્ષા માટે પિતાના આદેશ પાસે એનું કાંઈ જ ન ચાયું. મંત્રીશ્વરે પણ પિતાના મેં માં કાલપુટ ઝેરની ગુટિકા રાખી લીધી. કાળના ભયંકર ઓળાઓ હવે છતા થવા લાગ્યા.
એ કાળમુખે દિવસ ઊગી ચૂક્યો. આજે રાજસભાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org