________________
સાતમું ] આ શ્રીરથૂલિભદ્રસુરિજી
૧૩૯ શકટાલના સમયમાં એને જ પ્રતિસ્પધી મનાતે વરરુચિ નામને બ્રાહ્યાણપંડિત રાજસભામાં આવી નિત્ય રાજસ્તુતિના નવા નવા કે બનાવી લાવતે, છતાંયે શકટાલ મંત્રીએ એને ઇનામ ન અપાવ્યું તે ન જ અપાવ્યું. આથી એ પંડિત શકટાલને ઘેર ગયે અને મંત્રી પત્નીને સમજાવી એટલે સરલ, દયાળુ અને ધર્મનિષ્ઠ લક્ષ્મીએ કહ્યું કે“જાઓ, આવતી કાલથી ઈનામ મળશે.” મંત્રી પત્નીએ મંત્રીશ્વરને સમજાવ્યા કે, “એ બિચારા ગરીબ બ્રાહ્મણને રાજભંડારમાંથી ઈનામ કેમ નથી અપાવતા?” મંત્રીશ્વરે જણાવ્યું કે, “તું કહે તે હું આપણી પાસેથી ખાનગીમાંથી આપું, પણ અન્યાયથી રાજભંડારમાંથી નહીં અપાવું.” મંત્રી પત્નીએ કહ્યું:
તમને એમાં શું થાય છે? રાજા ઈનામ આપે તેમાં ના ન પાડશે.” આખરે મંત્રીશ્વરે એ વાત કબૂલી.
બીજે દિવસે વરરુચિ રાજસભામાં ગયે. મંત્રીશ્વર મૌન રહ્યા અને રાજાએ વરરુચિને ૧૦૦ સેનામહોર ઈનામમાં આપી. આ ઈનામને ક્રમ ઘણા સમય સુધી ચાલ્યું. રાજા રાજ વરરુચિને ૧૦૦ સેનામહોર આપતે. મંત્રીશ્વરે વિચાર્યું આ રેજની ૧૦૦ સેના મારો વ્યર્થ જાય છે એ ઠીક નથી. મંત્રીશ્વરને યક્ષા, ક્ષધિન્ના, ભૂત, ભૂતદિન્ના, સેના, વેણુ અને રેણા એમ ૭ પુત્રી હતી. સાતેય બાલબ્રહ્મચારિણી અને પરમ વિદુષી હતી. સાક્ષાત સરસ્વતી જેવી હતી. દરેકને એવી સમરણશક્તિ હતી કે પહેલી કન્યા એક વાર સાંભળે ને એને યાદ રહી જાય, બીજીને બે વાર, ત્રીજીને ત્રણ વાર, એમ સાતમીને સાત વાર સાંભળે તે યાદ રહી જતું હા. મંત્રીશ્વર પિતાની કન્યાઓને સાથે લઈ રાજસભામાં ગયે. અને વરરચિએ જેવા સ્તુતિક ઉચ્ચાર્યા કે તરત જ મંત્રી રાજાને કહ્યું : “નામવર ! આ કે મારી સાતે કન્યાઓને પણ આવડે છે. પ્રતીતિ કરવી હોય તે સાંભળે?” મંત્રીના કહેવાથી એક પછી એક સાતે કન્યાઓ એ શ્લોકોને બેસી ગઈ અને વરરુચિને મળતું ઈનામ બંધ થયું.
એણે રાજાને, મંત્રીને અને પાટલીપુત્રની પ્રજાને પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org