________________
છઠું] આ શ્રીસંભૂતિવિજયસૂરિ
૧૩૩ બંને મુનિવરોએ શ્રીભદબાસ્વામી પાસે પહોંચી શ્રીશ્રમણસંઘની ભાવના જણાવી અને પાટલીપુત્ર પધારવા વિનંતિ કરી. સૂરિજીએ જવાબમાં જણાવ્યું કે, “હમણું મેં મહાપ્રાણ ધ્યાન આપ્યું છે, જે બાર વર્ષ પૂરું થશે. માટે હું આવી શકીશ નહિ. મહાપ્રાણ ધ્યાનની સિદ્ધિ થતાં સર્વ પૂર્વેની સૂત્ર અને અર્થથી એક મુહૂર્ત માત્રમાં આવૃત્તિ થઈ શકે છે વગેરે.” સાધુઓ જવાબ લઈ પાટલીપુત્ર પાછા આવ્યા. શ્રી સંઘે તેમનો ઉત્તર સાંભળીને બીજા બે સાધુઓને તૈયાર કરી જણાવ્યું કે, “તમારે ત્યાં જઈને આ૦ શ્રીભદ્રબાહુવામીને વિનયથી પૂછવું કે જે શ્રીસંઘની આજ્ઞા ન માને તેને શી શિક્ષા અપાય તે કહે.” તેઓ ઉત્તર ફરમાવે કે તેને સંઘ બહાર કરે એટલે તમારે આચાર્યને કહેવું કે, “તમે તે શિક્ષાને પાત્ર છે.” એ મુનિઓએ ત્યાં જઈને સંઘના કહેવા પ્રમાણે આચાર્યને કહ્યું. એટલે તેમણે કહ્યું કે, “શ્રીસંઘે મારી ઉપર કૃપા લાવીને એમ ન કરવું કિન્તુ બુદ્ધિવાળા મુનિઓને અહીં મોકલવા એટલે હું તેમને પ્રતિદિન સાત સાત વાચન આપીશ. તેમાં એક વાચના ગોચરીથી આવ્યા પછી આપીશ, ત્રણે વાચના ત્રણ કાળવેળાએ આપીશ અને પછી બીજી ત્રણ વાચના સાંજના પ્રતિક્રમણ પછી આપીશ. આ પ્રમાણે મારા ધ્યાનને બાધા ન આવતાં શ્રીસંઘનું કામ સિદ્ધ થશે. તે મુનિઓએ પાટલીપુત્ર આવીને સંઘને તે પ્રમાણે કહ્યું. એટલે શ્રીસંઘે પણ પ્રસન્ન થઈને સ્થૂલિભદ્ર વગેરે ૫૦૦ સાધુઓને ત્યાં મોકલ્યા. આ ભદ્રબાહુ તેઓને વાચના આપવા લાગ્યા. પરંતુ તેઓ “વાચના બહુ ઓછી મળે છે” એમ વિચારી કંટાળીને ચાલ્યા ગયા. માત્ર એક શ્રીસ્થલિભદ્રજી ત્યાં રહ્યા, અને તેમણે આઠ વર્ષમાં સંપૂર્ણ આઠ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. એકદા આયાયે તેમને પૂછ્યું કે, “વત્સ! તું મંદ ઉત્સાહવાળે કેમ થઈ ગયે છે ?” યૂલિભદ્રજીએ જવાબ આપ્યો કે
* કલિકાલસર્વજ્ઞ આ૦ શ્રી હેમચંદ્રસૂરિએ પણ પરિશિષ્ટપર્વ” સ. ૯ શ્લ૦ ૫૫ થી ૭૬ માં આ ઇતિહાસ વિસ્તારથી આપ્યો છે.
પ્રતિ
આપીશ, ત્રણ ના પ્રતિક્રમણ
સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org