________________
પ્રકરણ બીજું
આઈ શ્રીજબૂસ્વામી મહાન યુગપ્રધાન શ્રી સુધર્માસ્વામીના ધર્મોપદેશથી અનેક આત્માથી ભવ્ય જીએ સત્યધર્મ સ્વીકારી આત્મકલ્યાણ સાધ્યું હતું. તેમાંના કેટલાયે એ મોક્ષમાર્ગની નિસરણીરૂપ સાધુધમ પણ સ્વીકાર્યો હતો, એમાં શ્રી જંબુસ્વામી મુખ્ય હતા. શ્રીસુધમવામીની દેશનામાં એ તાકાત અને શક્તિ હતી કે ભલભલા નવયુવાન, રાજા-મહારાજા અને મોટા ધનકુબેરના સુપુત્રો ઘરની અઢળક લક્ષમી, માતા પિતા અને યુવાન સ્ત્રીઓને મેહ છોડી દઈ સાધુપણું સ્વીકારતા હતા. એ નવયુવાનમાં શ્રીજબૂસ્વામી શિરોમણિ હતા.
આજથી અઢી હજાર વર્ષ પૂર્વેની મગધ દેશની રાજધાની રાજગૃહી નગર શ્રીજબૂસ્વામીનું જન્મસ્થાન હતું. રાજગૃહી નગર મગધની રાજધાનીના જ ગૌરવનું નહિ કિન્તુ તે વખતે સમસ્ત ભારતની લક્ષમી, વૈભવ, સંસ્કૃતિ અને અમિતાનું મહાન કેન્દ્ર હતું. રાજગૃહીનું સુપ્રસિદ્ધ નાલંદાવિદ્યાલય એક વખતે સમસ્ત ભારતીય વિદ્યાનું પરમ ધામ હતું. જેનધર્મના મહાન ત્યાગમૂર્તિ શ્રમણે ત્યાં વિચરતા અને ત્યાંના મુમુક્ષુ વિદ્યાર્થી વર્ગને અહિંસા, સંયમ અને તપને ઉપદેશ આપતા હતા. જગતમાં શાંતિ, એક્ય, પ્રેમ અને મિત્રી ભાવનાનાં આદેલને ફેલાય, આર્ય સંસ્કૃતિના વિકાસ થાય અને માનવી સાચે મનુષ્ય બને તેવું શિક્ષણ તેઓ આપતા હતા. ભગવાન શ્રી મહાવીર સ્વામીએ અનેકવાર આ નગરને પાવન કર્યું હતું. રાજગૃહી નગરના નાલંદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org