________________
છઠું')
૧૨૧
આ સંભૂતિવિજયસૂરિ પાસે દીક્ષા સ્વીકારી હતી. બંને ભાઈઓ સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને વેદનિષ્ણાત હતા, સાથે જ બંને બંધુએ તિષવિદ્યાના પારગામી હતા. બંને બંધુઓ વિદ્યાના ઉપાસક હતા, કિંતુ લક્ષમીદેવી તે એમનાથી રીસાયેલાં જ હતાં. ઘણીવાર તે તેઓ તાબડી ફેરવીને પણ ઉદરનિર્વાહ કરી લેતા. એમાં એકવાર જૈનધર્મના પ્રતિભાસંપન્ન મહાજ્ઞાની આ૦ યશોભદ્રસૂરિજીને તેમને પરિચય થયો. તેમના ઉપદેશથી અને બંધુઓને ખૂબ શાંતિ મળી અને તેમાંથી તેમને આત્મકલ્યાણનો માર્ગ દેખાયે. તેઓ યજ્ઞધર્મ, ક્રિયાકાંડો અને એમાંય થતી નિર્દોષ પશુઓની સંહારલીલાથી પણ કંટાળ્યા હતા, એટલે હવે તેઓ હિંસાધર્મથી વિમુખ બન્યા હતા, આથી આત્મશાંતિને ધર્મ, સર્વ જીવો પ્રતિ મિત્રી, પ્રેમ અને કરુણાને ધર્મ તેમને ગમી ગયે. એને બંધુઓએ સૂરિજીને ચરણે બેસી શાશ્વત સુખદાયક દીક્ષા ધર્મને સ્વીકાર કર્યો.
બંને ભાઈઓએ અલ્પ સમયમાં જ શાસ્ત્ર અભ્યાસ અને ધાર્મિક ક્રિયાઓમાં બહુ જ કુશલતા મેળવી, પરંતુ બને ભાઈઓમાં શ્રીભબાહુસ્વામી બહુ જ ધીર, ગંભીર, દઢ નિશ્ચયી અને શાસ્ત્રીય જ્ઞાનના અપૂર્વ ખાનારૂપ બન્યા. તે ધીમે ધીમે ગુરુચરણે બેસી ચૌદપૂર્વનું સંપૂર્ણ જ્ઞાન મેળવી, ચૌદ પૂર્વધર બન્યા. ગુરુએ યેગ્યતા જઈ શ્રીભદ્રબાહસ્વામીને આચાર્યપદથી અલંકૃત કર્યા. શ્રીયશોભદ્રસૂરિજીએ શ્રીભદ્ર યાહુસ્વામીને સાથોસાથ એ પણ ભલામણ કરી કે “વરાહમિહિર આચાર્યપદ જેવા મહાન અને ગંભીરપદને ચગ્ય નથી. વરાહમિહિરમાં એ પદની મહાન જવાબદારી ઉઠાવવાની શક્તિ પણ નથી, માટે એમને આચાર્ય પદ ન જ આપવું.” વગેરે.
શ્રીયશોભદ્રસૂરિજીની પ્રથમ પાટે શ્રીસંભૂતિવિજયસૂરિજી આવ્યા હતા, એ આપણે આગળ જોઈ ગયા છીએ. તેમની પાટે તેમના શિષ્ય શ્રી ધૂલિભદ્રજી આવત, પરંતુ આ સંભૂતિવિજયજી આચાર્યપદ પર માત્ર આઠ જ વર્ષ રહ્યા હતા અને એમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org