________________
ચોથે ] આ શીશવસૂરિ
૧૧૩ મનકે રાજી રાજી થઈ દીક્ષા લીધી. શ્રમણધર્મ સ્વીકાર્યો. એને એમ પણ થયું કે, પિતાજીને લઈ હું શગૃહી જઈશ અને મારી માને પણ શમણુધર્મની ભેટ કરીશ. - જ્ઞાની સૂરિએ જ્ઞાનથી મનકમુનિના આયુષ્ય વિશે વિચાર્યું એટલે એમને જણાવ્યું કે, આ બાળ મુનિવરનું આયુષ્ય માત્ર છ મહિનાનું છે. આથી તેમને તરત જ વિચાર થયે કે, પુત્રનું હિત કેમ સધાય? આ બાળમુનિ કઈ રીતે આત્મજ્ઞાની થાય? કઈ રીતે સાધુધર્મથી પરિચિત થઈ પૂર્ણ સાધુજીવન પાળે? અને એને માટે શું કરવું ઉચિત છે વગેરે. આચાર્યશ્રીએ આ બધાને વિચાર કરી “શ્રીદશવૈકાલિકસૂત્રની રચના કરી. આ સૂત્ર ઉપર શ્રીભદ્રબાહસ્વામીએ નિર્યુક્તિ રચી છે, જેમાં લખ્યું છે કે આ દશવૈકાલિકસૂત્રચતુર્થ અધ્યયન “આત્મપ્રવાદ પૂર્વ” માંથી, પંચમ અધ્યયન કર્મપ્રવાદ પૂર્વ”માંથી, સપ્તમ અધ્યયન “સત્યપ્રવાદ પૂર્વમાંથી અને બીજા અધ્યયને “પ્રત્યાખ્યાન પૂર્વકની ત્રીજી વસ્તુમાંથી ઉદ્દધૃત કરેલાં છે.
બાર અગે વગેર વિકાળવેળાએ ભણાતા નથી, જ્યારે આ દશવૈકાલિકસૂત્રમાં દશ અધ્યયને છે અને તે વિકાળ સમયે પણ ભણી શકાય છે. માટે આ સત્રનું નામ “દશવૈકાલિક” રાખવામાં આવેલું છે. આ સૂત્રના દશે અધ્યયનેના નામ અને તેને ટૂંક પરિચય નીચે પ્રમાણે છે.
૧. દ્રુમપુપિક અધ્યયન – આમાં ૫ ગાથા છે. આ અધ્યયનની પહેલી જ ગાથામાં ધર્મનું સ્વરૂપ અને ધર્મનું મહત્વ વર્ણવ્યું છે. “ હા હા સ”નું પ્રતિપાદન કરી આખી પ્રાચીન આર્ય સંસ્કૃતિનું મૂળ એક જ ગાથામાં દર્શાવી દીધું છે અને શ્રમણજીવનને પરિચય આપે છે.
૨. શ્રમણુપૂર્વિક અધ્યયન–આમાં ૧૧ ગાથાઓ છે. આ અધ્યયનમાં પૌગલિક વસ્તુઓ ઉપરને મહત્યાગ અને ધર્મકાર્યમાં ધર્મથી અપ્રમત્ત રહેવા જણાવ્યું છે. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org