________________
ભ
ચિયું ]
આ શીશાંભવસૂરિ અને સુપિંગ યજ્ઞમંડપ પાસે જઈ “ધર્મલાભ' શબ્દ બોલી ઊભા રહ્યા. તેમને જોતાં કેટલાક બ્રાહ્મણોએ માં મચકોડ્યું, કેટલાકે ચાહયા જવા કહ્યું અને કેટલાકે આ “કયાં આવ્યા?” એમ કહ્યું, પરંતુ શય્યભવ ભટ્ટ વિનયથી હાથ જોડયા અને પૂછયું :
હે શ્રમણ મહાત્મન્ ? આપ કેમ પધાર્યા છે?” મુનિપુગેએ મધુરી ભાષામાં કહ્યું : “અહં બહુ મેદની વાત છે કે, આટઆટલું કષ્ટ સહન કરવા છતાંયે તાવ તે કાંઈ જ જણાતું નથી ત્યારે કંઈક તવ સમજવા પ્રયત્ન કરીને! વાસ્તવિક તત્વ શું છે તે સમજે. એ ખાતર અમે આવ્યા છીએ.” મુનિઓની આ મધુરી વાણથી શય્યભવ આકર્ષાયા. એના દિલની જિજ્ઞાસાએ સાચા ધર્મના અજવાળાંની ઝાંખી કરી. એમણે સાચું તવ શું છે તે સમજવા પિતાના ઉપાધ્યાય ગુરુને નમી બોલ્યાઃ “ગુરુદેવ! ધમતત્વ શું છે તે સમજાવે. આ ક્ષમામૂર્તિ સંયમી શ્રમ કહે છે તે સાચું કે આ આપણે હિંસાપ્રધાન યજ્ઞક્રિયાધમ સાચો?” ગુરુએ એને સરલ ઉત્તર આપવાને બદલે ટાલંદુલ કરવા માંડી: “મહાનુભાવ! આપણું વેદે, આપણી દક્રિયાઓ અને આપણે બ્રાહ્મણ ધર્મ સાચે” આવા અધૂરા અને સામાન્ય જવાબથી શણ્યભવ ભટ્ટને સંતોષ ન થયે એટલું જ નહિ એને આવા જવાબથી તિરસ્કાર આવ્યું. ગુરુજી સાચી હકીકત છુપાવતા હોય એમ પણ તેમને લાગ્યું. તેથી તેમણે ક્રોધે ભરાઈને બકરાના વધ માટે રાખેલી ચળકતી તરવાર ઉપાડી ગુરુને રોકડું પરખાવ્યું: “મહારાજ ! સાચું કહી કે, ધમંતવ શું છે? યાદ રાખજે હવે માયા, કપટ, કે મિથ્યાત્વની જાળ મને નહિ ફસાવી શકે. ધર્મની સાચી દિશા એ જ જીવનનું સારસર્વસ્વ છે. એ વિના જીવવું બહેતર છે. મારી આજની સ્થિતિએ અત્યાર સુધી આચરણ કરાતા મને પર ચીરી નાખ્યો છે. મને સાચું કહો, નહિતર જે દશા બકરાની થાય છે તમારી તે દશા કરતાં મને વાર નહિ લાગે.”
ગુરએ ભય પામી જવાબ વાળે “વત્સ! તું આકરા ન થા, ધીરે પડ. ધર્મતતા તે અતિ વિશે તો જ છે. તે મુનિમહામાઓ જે કહી ગયા એ જ સાચું છે. પણ આપણુથી જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org