________________
૧૦૮
જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ સંસ્કાર કેમ છોડાય! તું તરવાર નીચે મૂકી દે. તારે સત્ય જ જાણવું છે તે ચાલ બતાવું.” આમ કહી ઉપાધ્યાયે એક ખૂણામાં યજ્ઞસ્તંભ નીચે સંતાડી રાખેલ વૈરાગ્યની અમથી ઓપતી શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ કાઢી શર્યાભવને તેનાં દર્શન કરાવ્યાં, અને સાથોસાથ જણાવ્યું કે, “આ સત્ય ધર્મ છે, સમજ્યો ! વીતરાગ ભગવતેએ કહેલે ધર્મ પરમ સત્ય ધર્મ છે. આ યુગની આદિમાં આદિનાથ વીતરાગ તીર્થકર થયા તે વખતે આપણા વૈદિક ધર્મને જન્મ પણ નહોતે થયે. જૈન આગમ, જૈન શાસો અને એ જિનેશ્વરની વાણી એ જ વેદ હતા. જૈનધર્મના નવમા તીર્થંકર પછી નૂતન વેદધર્મ સ્થપાયે, પરંતુ તે વખતેય વેદધર્મ ના ઘર માનતા હતા. ત્યારપછી ઘણું પરિવર્તને થયાં, સત્યધર્મના ઉપદેશકના અભાવે આપણે ત્યાં બ્રાહ્મણે ગુરુ બની બેઠા. છેલ્લે જેનધર્મના સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથજી કે જેમની આ મૂર્તિ છે, તેમની પછી આપણા વેદોમાં હિંસાબારી, પશુબલિ યાને ધર્મને નામે નિર્દોષ જીવેની હિંસા એ ધર્મ મનાવા લાગે. એમાંય વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રતવામીના સમયે બ્રાહમાં પશુહિંસાવાળા યઝ વધ્યા, જેમાં ગોમેધ, અશ્વમેવ અને નરમેધ યજ્ઞ પણ પ્રચલિત થયા. એ તીર્થકરેએ અહિંસાને કિંડિમ નાદ તે જોરથી વગાડયો હતો, પરંતુ આપણા પંક્તિમન્ય બ્રાહ્મણોએ પિતાની છ ન છે. સમય જતાં ભગવાન શ્રીનેમિનાથજીના સમયે એ હિંસા એથીયે આગળ વધી અને તે ભગવાન મહાવીર સ્વામીના સમયે એની પરાકાષ્ટાએ પહોંચી પરંતુ શ્રમણ ભગવાન મહાવીરે દઢતા, હિંમત અને સાહસથી આ ઘાર હિંસાની સામે જમ્બર અવાજ ઉઠાવ્યે, એનો પડ ઝીલવા હિંસાથી કંટાળી ગયેલે જનમત અને રાજમાત તેમના પક્ષમાં ભળે, અને બુદ્ધદેવે પણ એમાં સૂર પુરાવ્યું. એટલે બ્રાહ્મનું પરિબળ તૂટવા માંડયું. ભગવાન મહાવીરદેવે એકીસાથે પહેલે જ ધડાકે ૧૪૪૪ પંડિત બ્રાહ્મણને જૈનધર્મની દીક્ષા આપી હિંસાપ્રધાન યજ્ઞધમ ઉપર જબરજસ્ત ફટકો માર્યો. ભાઈ! એ યજ્ઞને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org