________________
ત્રીજું ]
આર્ય શ્રી પ્રભવસ્વામી છે. આજ સુધીના શિલાલેખે, ગ્રંથપ્રશસ્તિઓ તથા પુપિકાએામાં શ્રીમાલ અને ભિનમાલ એ બને નામે બરાબર મળ્યા કરે છે. પ્રબંધચિંતામણિ ના ઉલેખ પ્રમાણે વિકમની સાતમી સદીમાં માળવામાં વૃદ્ધાજ રાજા થયે ત્યારે શ્રીમાલ નગરનું ભિન્નમાલનગર એવું નામ પડયું.
પ્રસિદ્ધ ચીની મુસાફર હ્યુએનસંગ પિતાના અહેવાલમાં ‘કિ8 -ચે-લો-ની (ગૂજરાની) રાજધાની પિ–લો–મો-લે (ભિલમાલ)માં છે” એમ લખે છે. ભિલો તથા માલોની વસતી હોવાથી તેમજ કવિ માઘની કદર ન થવાથી આ પ્રદેશનું “મિલમાલ” નામ પડ્યું છે. સાતમા સૈકાને જોતિષાચાર્ય બ્રહ્મગુપ્ત અહીં થયો છે. રાજા શ્રીપૂંજ કે કાશ્મીરના રાજા કનકસેને ઈ. સ. ૬૮૦ માં અહીં મંદિર બનાવ્યું છે તે કોનું છે એ જાણી શકાતું નથી, હિતુ કે આજે તેને સૂર્યમંદિરનાં ખડેરા તરીકે ઓળખે છે.
વિક્રમની નવમી શતાબ્દી સુધી આ સમૃદ્ધ નગર હતું, તે સમયે એ ગુજરાતનું પાટનગર હતું. અહીં બ્રાહ્મણ, વ્યાપારી, વસવાયા વગેરેની માટી વસ્તી હતી. શિવાલય અને જિનાલયે અનેક હતાં. લક્ષમીજીનું મોટું મંદિર હતું. શ્રીમાલ અને પિરવાડ ગાત્રોની ઉત્પત્તિ આ સ્થાનથી જ થયેલ છે. વલભી ભાંગ્યું ત્યારે આ શહેર ચડતીને મોખરે હતું. અહીંના રાજકુમારે એસિયા નગર વસાવ્યું. અહીને પિરવાડ નિન્નાશાહ લક્ષમીદેવીની પ્રેરણાથી ગાંભમાં જઈ ધનાઢય બન્યો અને પાટણ જઈ વનરાજ ચાવડાને મંત્રી બન્યા. આ દુર્ગવામી અહીં જ સ્વર્ગે ગયા. આ સિર્ષિની જન્મભૂમિ અને “ઉપમિતિભવપંચા” ની રચનાભૂમિ પણ ભિન્નમાલ જ છે. અહીંના વતની જજકના પુત્ર રાજમાન્ય ગુણાઢય આમે કાયંદ્રામાં આવી સં. ૧૦૯૧ માં દેરાસર બંધાવ્યું. ગુજરાતનો મહામાત્ય શાન્ત પણ ભિનમાલ કુલને જ નબીરે હતો. અહીંના પ્રતિહારવંશી રાજાઓ જૈનધર્મ પ્રત્યે પ્રેમભાવવાળા હતા. ભિન્નમાલના રાજા ચાચિગે વિ. સં. ૧૩૩૩માં જિનમંદિરને દાન કર્યાને ઉલેખ મળે છે. કવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org