________________
બીતાહન ] તે (બ્રહ્મ) જ અમને (હું અને બ્રહ્મ એવો ભેદ ટાળીને એકરૂપે) રશે. [ ૨ !!!
હિસાથી પુણ્ય થાય? ગંગાના તીર ઉપર એક ઘુવડ રહેતું હતું. એક સમયે તે પ્રદેશ ઉપર ઝેરી સપનાં હજારો ઈંડાં તેના જોવામાં આવ્યાં. પછી તેણે મનમાં વિચાર કર્યો કે, આ ઇંડાઓમાંથી ઉત્પન્ન થનારા હજારો સર્વે જગતને નાશ કરી નાખશે, માટે તે સર્વેની ઉત્પત્તિ થયા પહેલાં જ હું આ ઈંડાઓને ફોડી નાખું આવો વિચાર કરીને તેણે પોતાની ચાંચ વતી તે સઘળાં ઇંડાએાને ફોડી નાખ્યાં અને તે કર્મથી મહાન પુણ સંપાદન કર્યું. આ પ્રમાણે એ ઘુવડે લોકકલ્યાણાર્થે કિંવા નિયતિનિયમાનુસાર સર્વ ઈંડાઓને ફોડી નાખવાની હિંસા તો કરી. પરંતુ આ કાર્ય સ્વાર્થવૃત્તિએ નહિ પણ ફક્ત જનકલ્યાણને સાચો ઉદ્દેશ રાખીને જ કરાયેલ હોવાથી તેને તે કર્મ થકી પણ પુણ્ય જ પ્રાપ્ત થયું. તેવી જ રીતે લોકકલ્યાણને માટે આમાનુભવ વગરના જગતને ઉપદ્રવરૂ૫ થનારાઓની હિંસા કરવી એ પુણ્યની પ્રાપ્તિ કરનારું છે; ગીતાદહન કર્મ યોગનું સાચું રહસ્ય સમજાવે છે અને તે હિંસા અહિંસાના પ્રશ્નને સાચો નિકાલ પણ આપી દે છે. જીવન્મુક્તિ એ કલ્પના નથી પણ સ્વાનુભવગમ્ય છે.
ગીતાદેહનમાં દેખવામાં આવતા વાંધાઓ કેવળ પાંડિત્ય કરનારા વિદ્વાને ગીતાહનમાં કદાચ વાંધાઓ દેખા ; સાહિત્યકારોને પુનરુક્તિ દોષ દેખાવાથી રસ નહિ પડે; વૈયાકરણુઓને “હું છું” ને બદલે “હું છે” તો પા પ્રાગો વાંચી વ્યાકરણની અશુદ્ધિ લાગશે; પરંતુ તેઓ ધ્યાનમાં રાખે કે તે પ્રયોગ સમજપૂર્વક રાખવામાં આવ્યો હઈ તેમાં ઘણું અર્થગાંભીર્ય છે. કહેવાતા કર્મયોગીઓને પિતાનાં રાજસી કર્મોને માટે ગીગાને આધાર સરી જો હેવાનું જણાવાથી ક્રોધ ઉપજશે; સાંપ્રદાયિકેને પણ વસમું લાગશે; પરંતુ જીવનનું ધ્યેય શું ? જીવનની સાર્થકતા શી રીતે થશે? જીવનનું સાચું રહસ્ય કર્યું? ઇયાદિ જીવનના કૂટ પ્રશ્નોને નિકાલ કરી, સાચા છાનદર્શનને માટે જેઓ તલપાપડ થઈ રહ્યા છે તેઓને માટે તો ગીતાદહન એક આશીર્વાદરૂપ નીવડશે.
અધ્યયનને હેતુ શીલવર્ધન | મનરવી તર્કો કરી પરસ્પર એકબીજાને દે દેવા એ એક મનુષ્યસ્વભાવ જ બની ગયો છે. આથી જેઓ કાર્ય કરવાની ધગશ ધરાવતા હોય અને સાચા ધ્યેયને માર્ગે જવા ઇચ્છતા હોય, તેમણે લોકોને બદલે આવા આધારભૂત શાસ્ત્રને જ પ્રમાણભૂત માનતા શિખવું જોઈએ.
ગ્રંથની વિશેષતા - આ ગ્રંથની વિશેષતા બે પ્રકારની છે, એક તે એ કે આ ગીતાના શ્લોકે મંત્રપદ્ધતિથી લખાયેલા છે, જે આખા જગત માટે અપૂર્વ છે; અને બીજું ઉપર સમજાવ્યું તેમ એ આપ્તવાય છે. વળી આ કોઈ પણ સાંપ્રદાય યા મત વિષે પ્રથમ નિશ્ચય ઠેરવી તેના સમર્થને અર્થે તાણી તોડીને ગીતાના શ્લોકેને ગમે તેમ અર્થ કરવામાં આવ્યો નથી, પરંતુ અપૌરુષેય વેદકૃતિન્ય અને અનુભવથી સિદ્ધ, એવી
ક્ષે સાહત સાધાર અને વિસ્તૃત સમજણ આપવામાં આવેલી છે. નિરહંકાર બુદ્ધિથી અને ગૌરવપૂર્વક કહેવામાં આવે તો ગુજરાતી ભાષા માં આવું ભાષ્ય બીજું એકે નથી. તેથી તે અપૂર્વ છે અને અન્ય ભાષાઓમાં પણ ઘણેભાગે આવું ગદ્યાત્મક ભાષ્ય કવચિત જ હશે. ગીતાદોહન એટલે અપૂર્વ અને વિસ્તૃત ટીકાવાળા, ઉદાત્તાનુદાત્તાદિ વરસહિત મંત્રપદ્ધતિથી લખાયેલો, આભેન્નતિ ઇચ્છનારા જિજ્ઞાસુઓને માટે પ્રતિપુર્વક સાક્ષાત્કારની ખાતરી આપનારે; જગશાંતિને સાચો રાહ બતાવનાર, વેદવેદાંગાદિ ચૌદ પ્રસ્થાનનું અતિ ગુપ્ત અને સૂક્ષ્મ ૨હય સ્પષ્ટ રીતે અને સરળતાથી સમજાવનાર, સાંખ્ય(જ્ઞાન), યોગ : (કર્મ), બક્તિ વગેરે પર સંશયોનું નિવારણ તેમ જ તે સર્વની એકવાયતા સિદ્ધ કરનારો, ટૂંકમાં સર્વશાસ્ત્રો, વ્યવહાર અપચ તેમ જ નીતિશાસ્ત્રાદિન સ્પષ્ટીકરણ આપનારે એકમેવ અદ્વિતીય ગ્રંથ છે, ગીતાદેહન એ સ્વર્ગીય સંદશ છે.