________________
૬૪ ]
છે સહુ નાનું છે રાની મુનકતુI [ પ્રથમવૃત્તિનું નિવેદન કહી શકાય નહિ, પણ અનુભવથી લખાયેલે સારો ઉપદેશ જ અતિ ગૂઢ એવું પરમ સત્યતત્વ બતાવી શકે છે; એ દષ્ટિએ આ ગ્રંથ પ્રાસાદિક ઈ મહાન કહેવાય, એમાં તે રાંકા જ નથી. - મંથકાર પોતે જ “હું વિદ્વાન નથી" એમ પ્રાસ્તાવિક વિવેચનમાં લખે છે; એ તેમના સાજન્ય અને વિનયને માટે પૂરતું છે; પરંતુ કેવળ અભ્યાસ વા પાંડિત્ય કરતાં સ્વાનુભવનું બળ શ્રેષ્ઠ છે. આ ગ્રંથમાં તે આ બંને બાબતની ઝાંખી થાય છે, જે વાચકે જોઈ શકશે.
મતમતાંતર થકી છકારે આજ સુધી વણા ભાષ્યકારોએ પોતપોતાની માન્યતા અથવા પિતાને મત યા સાંપ્રદાયના સિદ્ધાંતનો પ્રચાર કરવાના સમર્થનને માટે જ ગીતાના વિવક્ષિત અર્થે કરેલા જોવામાં આવે છે અને તેથી જ ગીતાના અંગે આજે ભિન્ન ભિને પુષ્કળ મતમતાંતરે અસ્તિત્વ ધરાવે છે. કોઈ કેવળ કમાણ ઉપર, તો કોઈ જ્ઞાનયોગ ઉપર, તે કોઈ વ્યક્તિગ ઉપર, તે કંઈ હઠયોગ ઉપર ભાર મૂકે છે,
જ્યારે ગીતાદેહનમાં સ્વાનુભવબળ હોવાથી સધળા મતમતાંતરોનું નિરાકરણુ થઈ તે સર્વની એકવાકયતા હોવાનું અનાયાસે જ સિદ્ધ થઈ જાય છે, એટલે આ મતમતાંતરોના ઝઘડાઓને લીધે વિમાસણમાં આવી પડેલો જનસમાજ અવશ્ય છૂટકારાને દમ ખેંચશે અને નિઃશંક બની હવે તે જાતે જ ગીતાનું ધ્યેય નક્કી કરી શકશે.
ગીતા અને આધુનિક લેખસંગ્રહ છેલ્લા બે ત્રણ દાયકાથી વ્યાવહારિક કે રાજનૈતિક કારણોને અંગે પણ “Hoષેત્રાધિ ” “રાજા ચકર્મ સૌરા” વગેરે ગીતામંત્રોનો જ સ્વેચ્છાપૂર્વક અર્થ અને ઉપયોગ થતો જોવામાં આવે છે. રાજસી ત્તિથી પ્રેરાયેલાં કર્મોને જ આજકાલ લોકસંગ્રહ કહેવામાં આવે છે. આ બધાના સાચા જવાબો મીતાહનમાં છે. ગીતા આધ્યાત્મિક કૃતિ હોવા ઉપરાંત નૈતિક બળસંપન ગ્રંથ છે. તેમાં આજ્ઞા અને પ્રતિજ્ઞાઓ છે. અભિમાનને સર્વથા ત્યાગ કર્યા વિના કરેલું કાર્ય લોકસંગ્રહ ન કહેવાય. કર્તાપણાનું અભિમાન જાય નહિ ત્યાં સુધી કર્મફળમાં અનાસક્તિ આવવી કદી પણ શકય નથી, એ સ્થિતિ તે જીવન્મુક્તિ થકી જ સાધ્ય થઈ શકે છે. એટલે વસ્તુતઃ તે લોકોમાં પ્રચલિત ‘આજને અનાસક્તિયોગ એ મિથ્યાચારગ જ ગણી શકાય. ટૂંકમાં આજકાલ લોકમાં માનવામાં આવતે અનાસક્તિયોગ વા કર્મયોગ ગમે તે હે પણ તેને ગીતાનો આધાર નથી, એટલું તે ગાતાદેહને અવશ્ય સિદ્ધ કરે છે.
હિંસા અહિસાને નિર્ણય આત્માનુભવથી વંચિત, લોકવાસનાથી પ્રેરાયેલો, સ્વાથી અને વિષયલોલુપ મનુષ્ય ધનના બળે ભૂખે મરતાં મનુષ્યોને હું બચાવું છું એમ માં બતાવી મનમાં દાનવીરપણાનું વા સેવાભાવનું મિથ્યા 'અભિમાન રાખે છે; પરંતુ તેણે પ્રથમ અન્યાય વડે લાખો રૂપિયા મેળવીને અસંખ્ય લોકોને ભૂખે મરતાં કર્યા છે; એન તેને ભાન પણ હતું નથી એટલે હજારો રૂપિયાની ચોરી કરેલો મનુષ્ય પોતાની ચોરી પચી જવાને માટે જેમ દેવતાને સવા પિતાની ખડીસાકર ધરાવવાની બાધા રાખી તેને છેતરવાનો પ્રયત્ન કરે છે, તેમ આવા લકે પ્રથમતઃ અન્યાય વડે લાખો રૂપિયા કમાઈ અસંખ્ય માનવીઓને ભૂખે મરતાં કરે છે અને તેમાંથી હજાર પાંચ રૂપિયા વેરી દાનવીરતાનો કે લોકસેવાના નામે લેકેષણારૂપ પ્રતિષ્ઠાનો લહાવો મેળવે છે અને એ રીતે જગતને તેમ જ પિતાની જાતને પણ છેતરે છે. આવા દાંભિકના જીવા અને જીવાડવા કરતાં જીવન્મુક્ત અને ધર્મયુદ્ધમાં તેવાં અસંખ્ય અધર્મી સગાવહાલાંઓને મારે તે પણ શ્રેષ્ઠ છે, કેમ કે તેવા મનુષ્યો ભૂમિને ભારરૂપ હોય છે, એ શાસ્ત્ર સિદ્ધાંત છે. આને માટે મહાભારત શાંતિપર્વ અધ્યાય ૦૯ માં ઘુવડનું એક દષ્ટાંત છે. તે યોગ્ય હોવાથી અત્રે આપવામાં આવે છે.