Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 38 ધન્યકુમાર ચરિત્ર. કર્યું હતું. અન્તર્ધાન વિગેરે વિદ્યાઓ તેણે કાળજીપૂર્વક શીખી લીધી હતી. ઔષધિ, રસ, રસાયણ અને મણિ વિગેરેની પરીક્ષામાં તે જલદી ગુણ દોષ કહી શકતે. મંત્ર, તંત્ર, જંત્ર વિગેરે તે સંપૂર્ણ પણે શીખી ગયો હતે. ચૂડામણિ વિગેરે નિમિત્તશાસ્ત્રો જાણે પોતે બનાવેલા હોય તેમ અખલિતપણે બેલી જાતે. ઉત્તલ એવી ઇન્દ્રજાળ વિગેરે વિદ્યાઓનું રહસ્ય તે સહેલાઇથી સમજાવતા હતા. વસન્તરાજ વિગેરે શુકનશાસ્ત્રના અધ્યયનથી પિતાની દ્રષ્ટિએ કઈ પણ વસ્તુ પડતાં જ તેના ભૂત, ભવિષ્ય તથા વર્તમાનનું જાણે પિતાને જ્ઞાન હોય તેવું વર્ણન કરતે હતે. સંગીત અને છંદશાસ્ત્ર વિગેરેને નિર્ણય અને સવર્ણ, માન, તાલ, માત્રાનુભાવ અને પ્રરતાર વિગેરેનું વર્ણન તે સ્પષ્ટ રીતે કરી શકતું હતું. સુસ્વરનામકર્મના ઉદયથી સર્વ મનુષ્યને વશ કરી શકે તેવું ગીતગાન લય, મૂછ તથા રસપૂર્વક એવું કરતે કે તેનાથી આકર્ષાઇને વનમાંથી હાથી તથા હરણુઆઓ પણ વગર શંકાએ માણસેથી ભરપૂર નગરમાં ચાલ્યા આવતા હતા. હાથી, ઘોડાની પરીક્ષામાં તથા તેમને કેળવવામાં તે ઘણેજ શિયાર થયે હતે. મલ્લયુદ્ધમાં તેનું રહસ્ય સમજી ગયે હોવાથી કળા અથવા બળથી સામા મલ્લને પરાજય કરવામાં તે કુશળ હતે. ધનુષ્ય વિગેરે શસ્ત્રવિદ્યાઓમાં પ્રવીણ થવાથી સામા દ્ધાને તે જલદીથી જીતી શકતે હતે. ચક્રવ્યુહ, ગરૂડ મૂહ, સાગરમૂહ વિગેરે સૈન્યની રચના કરવામાં તે એ કુશળ થઈ ગયો હતો કે સામે શત્રુ તેને પરાભવ જ કરી શકતે નહીં. ગાંધીના વ્યાપારમાં વિધવિધ કરિયાણાઓ ખરીદવામાં તથા વેચવામાં તે કુશળ થઈ ગયે હતે. ગંધ પરીક્ષામાં ઘણે ચતુર હોવાથી માવ ચીજો સુંઘવાથી જ અંદર શું શું છે તેની તે પરીક્ષા કરી શકો