Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પંચમ પવિ. 181 રાત્રીમાં ભાગ્યના એક નિધિરૂપ ધન્યકુમારને ત્યાં આવવાના અને રહેવાના પ્રભાવથી તે જીર્ણોધાનમાં રહેલા, સુકાઈ ગયેલા અને કોણરૂપ દેખાતા સર્વ વૃક્ષો વસંતઋતુના આગમનવડે જેમ વને વિકવર થઇ જાય તેમ પુષ્પ, ફળ, પત્ર વિગેરેથી ફલિત થઈ 2ગયા અને સુકાઈ ગયેલું તેમજ પત્ર પુષ્પાદિથી રહિત થઈ ગયેલું તન જીર્ણપ્રાય તે ઉધાન નંદનવન તુલ્ય શ્રેષ્ટ થઈ ગયું. pપ્રભાત થતાં વનપાળક તે શુષ્ક ઉદ્યાનમાં આવ્યું, ત્યાં તે આ પ્રમાણે રિથતિમાં ફેરવાઈ ગયેલું તે વન જોઇને મનમાં અતિ ચમત્કાર પામે, હર્ષિત થયે, અને આમ તેમ જેવા લાગે. જોતાં જોતાં એક શુદ્ધ રથળે બેઠેલા અને પ્રાતઃકાળનાં કાર્યો કરતા તથા નમરકાર મહામંત્રનું ધ્યાન ધરતા અને ચૈત્યવંદનાદિ કરતા ધન્યકુમારને તેણે દીઠા. તેમને જોતાં જ તે અતિશય વિમિત થયે, અને વિચારવા લાગ્યો કે " ખરેખર આજ પુરૂષ કોઈ ભાગ્યના ભંડાર રૂપ છે, ઈંદ્ર કેતાં પણ સવિશેષ રૂપ ગુણ યુકત છે, અને સૌભાગ્યવંત દેખાય છે. ગત રાત્રિએ રાત્રિવાસો અહીં રહેલા આ ભાગ્યશાળી પુરૂષના પ્રભાવવડેજ આ શુષ્ક વન નંદનવન તો થઈ ગયું દેખાય છે. આ પ્રમાણે મનમાં વિચારી હર્ષપૂર્વક પિતાના સ્વામી શ્રેણીને ઘરે જઈને તેણે વધામણ આપી કે– વામિન્ ! તમારા વનમાં કોઈ મહા તેજસ્વી પુરૂષ રાત્રિ રહેલ છે. તેના પ્રભાવથી તમારું શુષ્ક ઉધાન નંદનવન જેવું સુંદર અને શોભીતું થઈ ગયું છે. વનપાળે કહેલી આ પ્રમાણેની હકીક્ત સાંભળીને અતિશય વિસ્મય ચિત્તવાળે તે શ્રેષ્ઠી તે ભાગ્યવાન પુરૂષને જેવાને રસિય થયે, તેથી તરતજ વનપાળકની સાથે પિતાના ઉધાનમાં આવ્યું, તેણે ઉદ્યાનગૃહમાં બેઠેલા ધન્યકુમારને