Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ધન્યકુમાર ચરિત્ર. થવાને છે.” આ પ્રમાણે હૃદયમાં વિચાર કરીને તે ઉભો થયે અને ખગ્ન હાથમાં લઈને તેના શબ્દ અનુસાર તે સ્મશાનમાં ગયે. તે સ્થળે એક અગ્નિકુંડની વચ્ચે બળતા શબથી ઉત્પન્ન થયેલે સુવર્ણપુરૂષ તેણે જોયે. તેને દેખીને અવસર જાણનાર તે કુમારે પાસે રહેલા સરોવરમાંથી પાણી લાવીને, તે સુવર્ણપુરૂષ ઉપર પાણી સીંચી અગ્નિકુંડમાંથી તેને બહાર કાઢયો, અને અન્ય સ્થળે ભૂમિમાં તેને ભંડારીને, તે સ્થળે નિશાની કરી, ઘેર આવીને સુખેથી સુઈ ગયે. પ્રભાત થયે એટલે વાજિત્રાના નાદ તથા બંદિના આશિર્વચનથી તે જાગી ગયે. પછી દેવગુરૂના મરણપૂર્વક ઉઠીને પ્રભાતનાં કૃત્ય કરી રાજસભાને ગ્ય વસ્ત્ર તથા અલંકારો ગ્ય રીતે પહેરીને સીપાઈઓની સાથે પિતાને નમવા માટે તે રાજસભામાં ગયે. રાજસભાને ગ્ય અને ભિગમ સાચવીને રાજાને તેણે નમસ્કાર કર્યા. પછી સર્વે સભ્યએ પણ યથાયોગ્ય રીતે વિનયપૂર્વક તેને નમસ્કાર કર્યા. રાજા અતિ નેહયુક્ત વાક્યોવડે સન્માન આપીને તેને પિતાની પાસેના આસન ઉપર બેસાડી કુશળક્ષેમ પૂછવા લાગ્યા. આ વખતે પ્રતિહારી સભામાં આવી બે હાથ જોડીને ઉભે રહ્યો. ત્યારે રાજાએ ભ્રકુટીની સંજ્ઞાવડે પૂછયું કે તું કેમ આવે છે?” પ્રતિહારીએ વિનયપૂર્વક વિજ્ઞપ્તિ કરી કે–“રવામિન્ ! કેઈ ભવ્ય પુરૂષ માથે રાખને ટેપલે મૂકીને બહુ ગાઢ સ્વર વડે હું લુંટા, લુંટાયે” એમ પિકાર કરતે આવ્યું છે. તે બહુ વિલેળ દેખાય છે, તેથી અહીં આવતાં મૂળદ્વાર પાસે મેં તેને અટકાવ્યું છે, તેથી હે સ્વામિન! તેને માટે શું આજ્ઞા આપ છો?” આ પ્રમાણેનાં પ્રતિહારીનાં વચને સાંભળીને રાજાએ વિચાર્યું કે“વ્યવહાર શાસ્ત્રમાં પણ કહ્યું છે કે