Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ પવિ. 567 થમ પૂછવું જોઈએ કે “કેવા ઉપાયવડે તને સુવર્ણપુરૂષ મળે? તેના ઉત્તરથી સર્વ જણાઈ આવશે. આ પ્રમાણે સભ્યનું કથન સાંભળીને રાજાએ પૂછયું કે–“અરે પુરૂષ! ક્યા ઉપાયવડે અને કેની સહાયથી તને સુવર્ણપુરૂષ પ્રાપ્ત થયે તે કહે.” તે સાંભળી તે પુરૂષે કહ્યું કે મહારાજ ! સાંભળે - આજ નગરમાં શ્રીપતિ નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને ઘેર લક્ષ્મી વિલાસ હતે. લક્ષ્મીને તે આવાસ થવાથી લક્ષ્મીનો “કમળાવાસ ભૂલાઈ ગયું હતું. તેને શ્રીમતિ નામની પત્ની હતી. તેની સાથે શ્રીપતિ સુખેથી રહેતું હતું. એક દિવસે તે શ્રીમતિ પિતાને ઘેર આવેલી વસખીને પુત્રના લાલનપાલનમાં તત્પર દેખી પિતાના અપુત્રપણાના દુઃખથી દુઃખી થઈ. કહ્યું છે કે - अपुत्रस्य गृहं शून्यं, दिशा शून्या अबांधवाः / मूर्खस्य हृदयं शून्यं, सर्व शून्यं दरिद्रता // 1 // અપુત્રનું ગૃહ શૂન્ય, બાંધવ ન હોય તેની દિશા શૂન્ય, ભૂખનું હૃદય શૂન્ય અને દારિદ્રીનું સર્વ શૂન્ય જાણવું.” ભજનના સમયે શ્રેષ્ઠી ઘેર આવ્યા ત્યારે તેને દુઃખી જઈ તેના દુઃખનું કારણ પૂછયું. તેણીએ પણ ભેજન પછી દુઃખનું કારણ કહ્યું. તે સાંભળી દુઃખી થયો તે શ્રેષ્ઠી વિચારવા લાગ્યું કે गेहं पि तं मसाणं, जत्थ न दीसन्ति धूलिधुसरं निचं / उठन्ति पडन्ति रडन्ति दो तिनि डिभाई // જેના ઘરમાં ધૂળથી મલીન થયેલા બે ત્રણ બાળકે ઉઠતા નથી, પડતા નથી, રડતા નથી તે ઘર સ્મશાનતુલ્ય છે. વળી કહ્યું છે કેपियमहिलामुहकमलं, बालमुहं धूलिघूसरच्छायं / सामीमुहं मुप्पसन्नं, तिन्नि वि पुण्णेहिं पावन्ति // વહાલી પત્નીનું મુખકમળ, ધૂલિથી મલીન થયેલ -