Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ પહા ભક્તિ વડે મુનિઓને પ્રણામ કરીને પ્રીતિયુક્ત મનથી પિતાના ભાંડમાં રહેલ દહીં વહેરવાની વિનંતિ કરતાં કહ્યું કે “હે સ્વામી મિન ! આ શુદ્ધ દહીં લેવા માટે પાત્ર પ્રસાર અને માનિક સ્તાર કરા.” આ પ્રમાણે તેને અત્યાર દેખીને તે બંને વિચાર કહેલું છે, પરંતુ બીજાનું ન વહેરવું તેમ કહેલ નથી. વળી વિચિત્ર આશયયુક્ત જિનેશ્વરની વાણી હોય છે, આપણે છદ્મસ્થ તેને ભાવ શું જાણુએ શ્રીવીરને ચરણે જઈને એ બાબતે પ્રશ્ન પૂછવું, પરંતુ આ અતિભક્તિના ઉલ્લાસથી દેવાને ઉધત થઈ છે તે તેના ભાવનું ખંડન કેવી રીતે કરવું ? પ્રભુ પાસે જઈને તેમની આજ્ઞા પ્રમાણે કરશું." ( આ પ્રમાણે વિચારીને પાત્ર પ્રસારી તેઓએ તેમાં દહીં વહાર્યું. તેણે પણ અત્યંત હર્ષથી વહેરાવ્યું અને વંદના કરીને તે ચાલી ગઈ; પછી તે બને તેવસ્થાનકે આવ્યા. શ્રીમત જિનેશ્વરની પાસે આવીને બેચરી આવી, ઉત્પન્ન થયેલા સંશયરૂપ, શલ્યને દૂર કરવા શાલિભદ્દે જિનેશ્વરને નમીને પૂછ્યું કે “સ્વામીન અમે જયારે ગોચરી કરવા જતા હતા ત્યારે આપે કહ્યું હતું કે આજે તારી માતા પારણું કરાવશે.' તે કથનનું હાર્દ અમે મંદ બુદ્ધિપણાથી જાણ્યું નથી. અમને આહાર સામગ્રી માતાને ઘેરથી મળી નથી પરંતુ એક આભીરી પાસેથી મળી છે, તેથી અમને શંકા થઈ છે માટે અમારા અજ્ઞના તે શંકારૂપ શલ્યનું નિવારણ કરે.” તે સાંભળીને શ્રીમત્ જગન્નાથ બેલ્યા કે—હ શાલિભદ્રમુનિ! જેણે તને દહીંથી પ્રતિલાભિત કર્યા, તે તારી પૂર્વ જન્મની માતા જ હતી,” આ પ્રમાણે જિનેશ્વરને મેઢેથી સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામી તેમણે પૂછયું કે–“રવામિન ! તે કેવી રીતે?” તે