Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 684 ધન્યકુમાર ચરિત્ર. ઉચિત આંગણામાં ઉભા રહ્યા, એક પગલું પણ આગળ વધ્યા નહિ, તેમ બીજું કાંઈ બેલ્યા પણ નહિ, માત્ર સર્વાની સિદ્ધિ કરનાર મૌન ધારણ કરીને ઉભા રહ્યા. - અહીં ભદ્રામાતા વિચાર કરે છે-“અહે! હજુ પણ મારા ભાગ્ય જાગતા છે, કે જેથી મારે પુત્ર અને જમાઈ બંને આજે શ્રીજિનેશ્વરની સાથે અહીં આવેલા છે, તેથી ત્યાં જઈને તેમને નમસ્કાર કરીને અતિ ભક્તિપૂર્વક આમંત્રણ કરૂં અને જો તેઓ પધારે તે આનંદથી ભાત પાણી વડે પડીલાવ્યું. પૂર્વે સંસાર અવસ્થામાં જે વિવિધ રસ દ્રવ્યના સંયેગવડે નિષ્પન્ન કરેલી રસોઈ વડે પિષણ કરેલ છે, તે તે ઐહિક મને રથની સિદ્ધિ કરનાર, સંસાર પરિભ્રમણના એક ફળરૂપ હતું, હમણું તે જે ભક્તિવડે અન્ન-પાનાદિથી પિષણ થશે તે ઉભય લેકમાં સુખાવહ અને પ્રાંતે મુક્તિપદને આપનાર થશે. આ પ્રમાણે વિચારતા ભદ્રામાતાની ચક્ષુઓ હર્ષના અશ્રુથી પૂરાઈ જવાથી તેણે તેમને દેખ્યા નહિ. તપસ્યાએ ઈર્ષાવડે કરેલ હોય તેમ તેનું રૂપ પરવર્તન થઈ ગયેલ હોવાથી શાલિભદ્ર દ્રષ્ટિપથમાં આવ્યા છતાં તેમની સ્ત્રીએએ પણ તેમને ઓળખ્યા નહિ. વિરવચનની સત્યતા કરવા માટે ક્ષણભર ત્યાં ઉભા રહીને, વ્રતને આચાર પાળવામાં તત્પર તે બંને ત્યાંથી પાછા વળી ચાલી નીકળ્યા, પણ વિકારની જેમ સ્વ. આકારને તેઓએ ઓળખાવ્યું કે બતાવ્યું નહિ. શ્રીવીર વચનમાં દ્રઢ વિશ્વાસ હોવાથી અન્ય સ્થાનને નહિ ઈચ્છતા તે બંને સમતા ભાવ સહિત ગોચરીની ચર્યાથી પાછા ફર્યા. પિતાને સ્થાને પાછા આવતાં તેમને માર્ગમાં એક ભરવાડ સામી આવતી મળી. ઈર્યાસમિતિવાળા તે મુનિને દેખીને તે અતિશય હર્ષિત થઈ, પરમ પ્રમોદ પામી, તેના હૃદયમાં અત્યંત હર્ષોલ્લાસ છે. તેણીએ