Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ પલવ. ભાંગાવડે ચિદાનંદ સુખને તેઓ અનુભવશે. - આ ધન્ય અને શાલિભદ્ર બંને ચારે પ્રકારના અનુત્તરપણ વડે ઉત્કૃષ્ટપદ પામ્યા છે. તે આ પ્રમાણે–પહેલાં તે પૂર્વભવમાં અનુત્તર દાન દીધું, કારણ કે મેટા કછવડે ક્ષીર સ્વયં તેમના ભેગમાં આવી, સાધુદાનને અભ્યાસ પણ નહેતે, છતાં સાધુના દર્શનથી જ તીવ્ર શ્રદ્ધા ઉત્પન્ન થવાથી પિતાનું સર્વ દુઃખ ભૂલી જઈને ભક્તિના સમૂહથી ભરેલા અંગવાળા તે બંનેએ ઉઠીને સ્વામિન ! અહીં આપના પદે સ્થાપે અને આ શુદ્ધ આહાર ગ્રહણ કરવાની કૃપા કરે.” આ પ્રમાણે ભક્તિનાં વચન સહિત સાધુને બોલાવીને થાળ ઉપાડી એકીજ સાથે સર્વે ખીર વહેરાવી દીધી. મને રથ સંપૂર્ણ થવાથી સાત આઠ પગલાં સાધુની સાથે જઈને ફરીથી સાધુને વાંદી હર્ષિત હૃદયથી વારંવાર અનુમેદના કરતાં ઘરની અંદર આવી થાળીની પાસે બેસી અવસર નહિ જાણીને પિતપતાની મા પાસે પણ ગાંભીર્ય ગુણથી કાંઈ પણ બેલ્યા નહિ. આવું દાન કેઈથી પણ અપાતું નથી. હવે બીજો તેમનો તપ પણ અનુત્તર છે; કારણકે બાર વરસને અંતરે ઘેર આવેલ તે બંનેને શાલિભદ્રની માતા, તેની પત્ની તથા હમેશાં સેવાની પ્રવૃત્તિ કરનારા ચાકરેએ પણ ઓળખ્યા નહિ, આ દુક, મહાતપ તેઓએ કર્યો. ત્રીજું શાલિભદ્ર રાજાને નમરકાર માત્ર કરવાથી આ જન્મમાં ભેગવેલ અનિર્વચનીય ભેગલીલાને વ્યર્થ કરી નાખીને વિચાર્યું કે–“હજુ પણ પરવરાતા ન ગઈ, પરવશતાનું સુખ તે તે દુઃખરૂપજ છે, તેથી સ્વમાનની રક્ષા માટે સ્વાધીન સુખ મેળવવા સકળ સુર-અસુર તથા મનુષ્યથી વંદાતું ચારિત્રહું ગ્રહણ કરૂં” વળી ધન્યકુમારે પોતાની પત્ની