Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ - નવમ પવિ. Wાની મંદતા તથા વિનયની પ્રગલ્શતા મહાપુરૂષમાં જ હોય, બીજામાં હેાય નહિ.' ( આ પ્રમાણે ચાર વખત અમિત ધન આપીને જરા પણ મનમાં દૂભાયા વગર તે નીકળી ગયા હતા. તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં અમિત સંપત્તિ તેમને મળતી. પછવાડે રહેતા વડીલ ભાઈઓ પાછા આપદાથીજ વિડંબના પામતા અને દુદશા પામીને તેની પાસે આવતા, પરંતુ ધન્ય તેને દેખીને વારવાર બહુમાનપૂર્વક ઘરમાં લઈ જઈને વિનયપૂર્વક સર્વરવ તેમના હસ્તમાં મૂકતા. આ પ્રમાણે મહા આશ્ચર્યકારક, માયાકપટ રહિત પ્રકૃતિ, ક્રોધ-માન-માયા-લેભરહિતપણું, ઉચિતે ગુણેને સહકાર, તથા ભદ્રક સ્વભાવ ધન્ય વિના અન્ય કેઇમાં સાંભળ્યા નથી. આ બીજું મોટું આશ્ચર્ય છે. - ત્રીજું પુન્યથી પાંચશે ગામનું અધિપતિપણું અને પૂર વક્ત અપરિમિત લક્ષમી મળી. ઉપરાંત રાજમાન મળ્યું, તે ઉ. પરાંત સર્વ સંપત્તિવંતેના ગર્વનું હરણ કરનાર ચિંતામણિ રત્ન ઘરમાં વિરાજતું હતું, તથાપિ સંતોષ ગુણની બહોળતાથી, શ્રીમદ્ જિનેશ્વરના વચનથી પરિણત મતિવાળા તેના મનમાં એ કઈ દિવસ સંકલ્પ માત્ર પણ થયે નહિ કે હું પણ સુવર્ણ તથા રને નિર્માલ્યપણે ફેંકી દઉં. શાલિભદ્રને તે હમેશાં તેત્રીશ પેટીઓ સવારે આકાશમાંથી ઉતરતી હતી, આ તે છાસઠ પેટીઓ ઉતારવાને સમર્થ હતા, પરંતુ તેણે જિનેશ્વરનાં વચનને હાદ–તાસ મેળવ્યા હતા, તેથી સર્વે પુશળ વિલાસને સ્વપ્નમાં આવેલ ઇંદ્રજળની માફક નિષ્ફળ સમજતા હતા. પ્રાચે કરીને આક્ષેપક જ્ઞાનવંત પુરૂષમાં જ આવા ચિહે પ્રત્યક્ષ દેખાય છે. આ જગતમાં પૂર્વ પુન્યના પ્રબળ ઉદયથી અપરિ