Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ * નિયમ પલય. 701 કુળથી શોભતી, અનેક આયુધ બાંધેલા હજારે સેવક વૃદેથી સેવાતી રાજસભામાં આપ્યું જ હરણે પુરૂષ માત્રને દૂરથી દેખીને અતિ દૂર નાશી જાય છે, તેને ઘણા જનેથી ભરાયેલી સભામાં મને નુષ્યએ દૂર ખસેડ્યા, પણ રાગમાં એકલીન ચિત્તવાળા થઈને તેઓ કોઈ સ્થળે ગયા નહિ, પછી તેઓની સાથે આવેલી પેલી હરણના ગળામાંથી હાર લઇને કન્યાના કંઠમાં પહેરાવે તેજ વખતે તેણે ધન્યના કંઠમાં વરમાળા આપી. તેની પછવાડે તેજ નગરમાં બીજી ત્રણ કન્યાઓ સાથે પણ પાણિગ્રહણ કર્યું. આ તેમનું અતિશય કળાકૌશલ્ય છે. . બીજું–તેઓ બાળપણમાં જ અસહાયહતા તે પણ પિતાની બુદ્ધિકશળતાથી તથા વચનાદિની ચતુરાઇથી અનેક શત કટી પ્રમાણ ધન તેમણે ઉપાર્જને કર્યું અને અદ્વિતીય રાજયમાન મેળવ્યું. ધન્ય ઉપાર્જન કરેલા ધનવડે આખા કુટુંબનું ભરણ પિષણ ચાલતું હતું, વળી ત્રણે મોટા ભાઈએ તે વિશેષપણે પિતપિતાના ચિત્તની અનુકૂળતા પ્રમાણે યથેચ્છ રીતે નિરંકુશપણે તે દ્રવ્યને ભેગવતા હતા, પરંતુ તેમને તેમની જરાપણ શંકા મોતી; છતાં તે ત્રણે ભાઈઓ ધન્યકુમારની ઉપર મેટી ઈર્ષ્યા રાખવા લાગ્યા. બંધુઓને ઈર્ષ્યા કરતા જાણીને ધન્યને તેઓની ઉપર જરાપણ કષાય આજે નહિં, પરંતુ સજજનના સ્વભાવથી ધન્ય પિતાને જ દે વિચારવા લાગ્યા કે-“અહે ! આ મારા વડીલ ભાઈએ મારે પૂજનીક છે, મને દેખીને મારાજ દુષ્કર્મ ના ઉદયથી તેઓ ઈર્ષાવંત થાય છે, ઈર્ષ્યા આવવાથી અંતરમાં કષાયને ઉદય થવાને લીધે તેઓ બળે છે, જયારે અંતરમાં કષાય જગે છે, ત્યારે કોઈ ઉપર પ્રીતિ થતી નથી અને જે પ્રીતિ ન હોય તે પછી સુખ શેનું? અરે ! સર્વત્ર અરતિ કરાવનાર હું જ થયે