Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 684 ધન્યકુમાર ચરિત્ર. તાના વચનામૃતના સિંચનથી ભદ્રાના વિષમ મેહના વિષપ્રસારને ઉતાર્યો તેથી શેકને ઓછા કરીને ભદ્રા પણ ધર્મની સન્મુખ થઈ. પછી શ્રેણિક મહારાજ તથા અભયકુમાર અને વધુ સહિત ભદ્રા ભાવથી તે બંને મુનિઓને વાંદીને તેઓના ગુણનું મરણ કરતાં પિતાપિતાને ઘેર ગયા. - હવે તે બંને મહામુનિ એક માસ પર્યત સંલેખના આરાધીને અંતે શુદ્ધ ઉપગમાં લીન ચિત્તવાળા થઈ સમાધિપૂર્વક કાળ કરી, અનુત્તર સુખથી ભરેલા સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં દેવેનું તેવીશ સાગરોપમનું આયુષ્ય છે. તેત્રીશ હજાર વર્ષે આહારની રૂચિ થાય છે, તે વખતે અમૃતના ઉદ્ગારથી ક્ષુધા શાંત થઈ જાય છે તેત્રીશ પખવાડીએ એક શ્વાસોશ્વાસ ગ્રહણ કરે છે. જો માત્ર સાત લવ જેટલું તેમનું આયુષ્ય અધિક હેત તે તેઓ મુક્તિમાં જાત, અથવા છઠ્ઠ તપ વધારે કરી શકો તે પણ મુક્તિ પામત, કારણ કે અનુત્તર વિમાન કરતાં વધારે સુખ મોક્ષ સિવાય.કેઈ સ્થળે નથી. હવે પછી ધન્ય અને શાલિભદ્ર ત્યાં આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહમાં સુખથી ભરેલા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થઈ, ભેગો ભેગવી, યથા અવસરે સશુરૂને સંગ મળશે કે તરતજ સંયમ ગ્રહણ કરીને, દુસ્તપ તપયુક્ત ક્રિયા કરી ઘનઘાતી કર્મો ખપાવી કેવળજ્ઞાન પામશે. પછી પૃથિવી ઉપર વિહાર કરી અને નેક ભવ્ય જીવોને પ્રતિબંધીને, અંતે યોગસમાધિવડે, નામગેત્રાદિ પગાહી અઘાતી કર્મો ખપાવીને, પંચદુસ્તાક્ષર ઉ. ચારના કાળમાન સુધી જ માત્ર અગીપણું પામી, અસ્પૃશત ગતિવડે એકજ સમયે પૂર્વપ્રયાગાદિ ચારે કારણના ન્યાય* વડે લેકાંતને અગ્રભાગે મુક્તિપદને પ્રાપ્ત કરશે, સાદિ અનંત