Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ હવ. 689 આજે તેમને મખમણનું પારણું હતું, તેથી અમારી આજ્ઞા મિળવીને તમારે આંગણે ગોચરી માટે તેઓ આવ્યા હતા. ત્યાં આહાર નહિ મળવાથી તમારે આવાસેથી પાછા વળ્યા. માર્ગમાં શાલિભદ્રની પૂર્વ ભવની માતા આભીરી ધન્યાએ અતિભક્તિથી દહીં વહેરાવ્યું. અહીં આવીને તે બંનેએ યથાવિધિ તે દહીંથી મા ખમણનું પારણું કર્યું. પછી અમે કહેલ પૂર્વ ભવનું સ્વરૂપ સાંભળીને ધીમંત શાલિભદ્ર વૈરાગ્યરંગથી રંગાયા અને ધન્યકુમારની સાથે અમારી આજ્ઞાથી આજેજ અર્ધા પહાર પહેલાં ગૌતમાદિ મુનિઓની સાથે વૈભારગિરિ ઉપર જઈને યથાવિધિ પાદપ પણમન અનશન તેઓએ અંગીકાર કર્યું છે.” આ પ્રમાણે શ્રી વીરભગવંતના મુખેથી સાંભળીને ભદ્રા, શાલિભદ્રની પત્ની એ, શ્રેણિક, અભયકુમાર વિગેરે વાઘાતની જેમ અવાચ્ય દુખથી સંતપ્ત થયા, અને વિદારાતા હૃદયપૂર્વક આકંદ કરતાં તેઓ વૈભાર પર્વત પર ગયા. ત્યાં સૂર્યના તાપથી તપેલી શીલાતળ ઉપર તે બંનેને સુતેલા જોઈને મેહથી ભદ્રા ભૂમિપીઠ ઉપર પડી ગયા અને મૂછ પામ્યા. શીતવાતાદિના ઉપચારથી સજજ થયા ત્યારે વહુરૂઓ સાથે ભદ્રા દુઃખથી આત્ત થઈને અન્યને પણ રેવરાવે તેવા મોટા સ્વરથી રોવા લાગ્યા. ઘણા દિવસથી કરેલ મને રથ અપૂર્ણ રહેવાથી તેઓ વિલાપ કરવા લાગ્યા કે “હા! મેં પાપિણુએ પુન્યબળ ચાલ્યું જવાથી સામાન્ય ભિક્ષુકની ગથનામાં પણ આ બંનેને ન ગયાકારણ કે મારે ઘેરથી પ્રાય કોઈપણ ભિક્ષુક ભિક્ષા લીધા વગર ખાલી હાથે પાછો જતો નથી, પરંતુ મૂઢ બુદ્ધિવંત એવી મેં જામ કલ્પદ્રુમની જેવા ઘેરે આવેલા સુત તથા જમાઈને પણ ઓળખ્યા નહિ. હમેશાં યાચકાની જેમ સાધુએ પણે ભિક્ષા માટે મારે ઘેર આવે છે, તેઓને