Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 689 ધન્યકુમાર ચરિત્ર. વખતે સ્વામીએ પૂર્વ ભવનું સર્વસ્વરૂપ કહી બતાવ્યું. તેમાં કહ્યું કે-તે તારી પૂર્વ ભવની માતા છે, તેને તે તેને તેજ ભવ છે, તારે બીજે ભવ થયું છે. આ પ્રમાણે જિનેશ્વરે કહેલ પૂર્વ ભવનું સ્વરૂપ સાંભળીને અજ્ઞાન અંધકાર દૂર થવાથી શાલિભદ્રને સંગ રંગદ્વિગુણિત થયે. પછી પ્રભુની આજ્ઞા લઈને ધન્યમુનિની સાથે તેમણે પારણું કર્યું. ત્યારપછી ભવવિરક્ત બુદ્ધિવાળા શાલિભદ્ર મુનિ ભગવંત શ્રી મહાવીરના મુખેથી સાંભળેલી પૂર્વ ભવની માતાને સંભારતા પિતાના મનમાં ચિંતવવા લાગ્યા કે-“ અહે! આ સંસારમાં વે થાય છે, જુઓ પૂર્વભવમાં સદસર વિવેક રહિત, મારૂં ગામડીયાપણું કયાં? અને આ જન્મમાં ગુણસમુહવાળું, ગીરવના મંદિરભૂત અને અવસરને ઉચિત કરણ-ભાષણવાળું શહેરીપણું ક્યાં? પૂર્વભવમાં સકળ આપદાના નિવાસરૂપ હું પસુને પણ દાસ હતા, ત્યારે આ ભવમાં હું રાજાને પણ કરિથાણાની જેમ માનનારે થયે. પૂર્વ ભવમાં જીર્ણ, પંડિત, ૬ડિત અને શરીર ઢાંકવા માટે પણ અપૂર્ણ વસ્ત્ર હતું ત્યારે આ જન્મમાં સવાલાખ સવાલાખ મૂલ્યવાળી રત્નકંબળેના બે બે ખંડે કરીને પ્રિયાઓને મેં આપ્યા હતા, અને તેઓએ તેના પગલુંછણા કરીને નિર્માલ્ય કુઈમાં નાખી દીધા હતા. પૂર્વ જન્મમાં મારે રૂપાના પણ આભૂષણ નહતા, ત્યારે આ જન્મમાં વિવિધ રત્નથી જડેલા સુવર્ણના આભૂષણે પણ પુ. મ્પમાળાની માફક હમેશાં નિર્માલ્યપણાની બુદ્ધિથી હું ફેકી તે હતે. પૂર્વ જન્મમાં રૂપાનાણું પણ મારા હસ્તમાં કદિ સ્પર્યું ન હતું, ત્યારે આ જન્મમાં સોનામહોર અને રત્નાદિકના