Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 678 ધન્યકુમાર ચરિત્ર. નથી કે મારા શરીરથી જન્મેલે પુત્ર અરિહંતની પર્ષદામાં સુર, અસુર અને રાજાઓના સમૂહથી જેવાતે પંચની સાક્ષીએ ચારિત્ર ગ્રહણ કરે છે, અહે! હું તે દમકની પેઠે કાંઈ ત્યજતી નથી, પરંતુ મારો પુત્ર સર્વ તજીને પરમ અભયદાન દેનારા શ્રી વીરભગવંતના સ્વહસ્તે દીક્ષા લે છે, તેમને શિષ્ય થાય છે, તેને શું ભય છે? તે તે સંસારસાગરને શિધ્ર તરશે, તેમાં શું અશુભ થાય છે કે તમે દુઃખી થઇને ખેદાઓ છો? શ્રીમત જિનેશ્વરના ધર્મને જાણનારા હેવા છતાં આવાં અશુદ્ધ વચને તમારા મુખમાંથી કેમ નીકળે છે તેના વિવાહાદિ મહેત્સ તે અનંતીવાર તમે કર્યા, તે પણ તૃપ્તિ થઈ નહિ, પરંતુ આ ભવમાં તમને બંનેને પરમ સુખના હેતુભૂત ચારિત્રસવ કેમ કરતા નથી? સંસારમાં જે સંબંધ ધર્મના આરાધનમાં સહાય કરનારા થાય તેજ સંબંધે સફળ છે, બીજા સંબંધે તે વિડંબનારૂપ છે, તેથી ઘેર જઈને ચિત્તની પ્રસન્નતાથી પુત્રના મને રથની પૂર્તિ કરે, કે જેથી તમારો સંસાર પણ અ૯પ થાય. મેં તે ચારિત્ર ગ્રહણ કરવાને નિરધારજ કર્યો છે, તે જગતની સ્થિતિ પલટાઈ જાય તે પણ કઈ અન્યથા કરવાને સમર્થ નથી. સંસારના પાસ માં નાખવાના ગુણવાળા તમારા સ્નેહભિત દીન વચને સાંભળીને હું ચલાયમાન થાઉં તેમ નથી. સંસારના સ્વાર્થ માં એક નિષ્ટ થયેલા વિવિધ રચનાવડે વિલાપ કરે છે, પરંતુ હું તે મૂર્ખ નથી કે ધતુરે વાવવા માટે કલ્પવૃક્ષને છેદી નાખું! તમારાં સ્નેહવચને પરમ આનંદ આપનારા થતાં હતાં તે દિવસે હવે ગયા છે, હવે તે શ્રી વીરભગવંતનાં ચરણએજ શરણ છે, હવે સ્વમમાં પણ બીજા વિકલ્પ આવવાના નથી, તેથી હવે તાકીદે ઘેર જાઓ, અને પુત્રને સંયમ ગ્રહણમાં વિન્ન કરનારા ન