Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 676 ધન્યકુમાર ચરિત્ર. લું ધન સ્વજ્ઞાતિવાળા જ્ઞાતિજનોના પિષણ માટે વાપર્યું, કેટલુંક ધન રાજાને ભેટ કરીને અવસરચિત વ્યયની પ્રવૃત્તિ દેખાડવા તથા પ્રમાદી પુરૂષને જાગૃત કરવા માટે વાપર્યું. આ પ્રમાણે ઘણું ધન ધર્મના, પુન્યનાં, પ્રીતિનાં તેમજ યશનાં કાર્યોમાં વાપ તથા આપ્યું. બાકીના ધનની યથાયોગ્ય રીતે વ્યવસ્થા કરીને ધન્યકુમાર નિશ્ચિત થયા. હવે સુભદ્રાએ પણ પિતાને આશય માતા પાસે જણાવ્યું. તે વખતે માતાએ કહ્યું કે –“પુત્રી ! હજુ તે પુત્રના વિયેગની વાર્તાથી બળતા અંત:કરણવાળી હું થઈ છું, તેવામાં તું પણ વ્રત ગ્રહણ કરવામાં તત્પર થઈઆ પ્રમાણે ક્ષત ઉપર ક્ષારની જેમ તું દુઃખ કેમ આપે છે? તમે બંને જશે, પછી મારે કેનું આલંબન ? કોની સહાય ? કોને આધાર ? તને પણ સહસા આ શું થઈ ગયું ?" પુત્રીએ કહ્યું કે-“માતા ! અમે આઠે બહેનએ નિર્ધાર કર્યો છે કે પતિની સાથે અવશ્ય સંયમ ગ્રહણ કરવું. આ જગતની સ્થિતિ પલટાઈ જાય તે પણ અમે આ પ્રતિજ્ઞા મૂકવાના નથી. જે અમને સંયમ ગ્રહણ કરવામાં વારશે તેને અમે અમારા શત્રુતુલ્ય ગણશું. કદાપિ અમારા સ્વામી વિલંબ કરશે, તે પણ અમે વિલંબ કરશું નહિ. વળી સંયમમાં એકતાન થયેલા મારા ભાઈને પણ તમારે કે નહિ.” આ પ્રમાણે કહીને તે પિતાને ઘેર ગઈ. ભદ્રા માતા નેહથી બંધાયેલા જ્યાં ધન્યકુમાર હતા ત્યાં આવીને કહેવા લાગ્યા કે ભે ભદ્ર! પુત્ર તે દુઃખ દેવાને તૈયાર થયે છે, તેટલામાં તમે પણ દાઝયા ઉપર ડામની જેમ ઘર ત્યજવાને તૈયાર થયા છે ! પરંતુ મારી ચિંતા તે કઈ કરતા નથી ! આ વૃદ્દા શું કરશે? કાને ઘેર રહેશે ? નિર્દોષ અને નિરપરાધી એવી આ બત્રીશ