Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ ભાવ. - 681 થળ અભિપ્રાય જાણીને તે બોલી કે-“હે વત્સ! જે પિતાને આશય સંપૂર્ણ કરવામાં હઠ કરે અને એકાંતે ગૃહના વ્યાપારથી પરાક્ષુખ થઈને બેસે તેને હું શું કહું? તને જે રૂચે તે કર! તું તથા તારે બનેવી એક આશયવાળા થયા છે, તેમાં હવે મારૂં શું બળ? તમારે ધારેલ આશય સંપૂર્ણ કરે.” આ પ્રમાણે બોધ પામેલી માતાની આજ્ઞા મેળવીને તરત જ સર્વ સ્ત્રીઓને ત્યજી દઈ વિષમિશ્રિત અન્નની જેમ રૌદ્ર એવા ભેગપભેગને પણ ત્યજી દઈ વ્રતગ્રહણના ઉદ્યમમાં તે તૈયાર થઈ ગયા. તે વખતે શ્રેણિક મહારાજાએ તથા ગોભદ્રદેવે તેમની દીક્ષા નિમિત્તે અપૂર્વ મહત્સવ કર્યો. એ રીતે શાલિભદ્ર પણ જિનેશ્વરની પાસે આવ્યા. પછી તે બંને સમવસરણ પાસે આવી પચે અભિગમ સાચવી શ્રીજિનેશ્વરને નમીને બેયા કે-“હે ભગવંત ! જન્મ– જરા ને મૃત્યુથી આલેક બળી રહ્યો છે, પ્રદીપ્ત થઈ ગયેલે છે, બળી ઝળી રહ્યો છે, જેવી રીતે કોઈ ગૃહસ્થ ઘરમાં આગ લાગે ત્યારે જે વસ્તુ (હિરણ્ય રત્નાદિ ) ઓછા ભારવાળી અને બહુ મૂલ્યવાળી હોય તે લઈને એકાંતમાં ચાલ્યા જાય છે, પછી તેજ વસ્તુ લેકમાં તેના હિત માટે, સુખ માટે અને સામર્થ્ય માટે ભવિષ્યકાળમાં થાય છે, તેવી રીતે જ મેં પણ અદ્વીતિય એવા ઈષ્ટ, કાંત, પ્રિય, મનેજ્ઞ, અને મનને પ્રિય તેવા મારા આત્મરૂપ ભાંડને સંસારઅગ્નિમાંથી બહાર કાઢી લીધે છે–બળતામાંથી બહાર લાગે છું; તેથી તે મારા સંસારને નાશ કરનાર–ઘટાડનાર અવશ્ય થશે, એમ હું ધારું છું. તેથી હું ઈચ્છું છું કે આપ દેવાનુપ્રિય તેને દીક્ષા આપે, આપ તેને મુંડિત કરે, (પ્રત્યુ પેક્ષણાદિ શીખવીને) આપજ તેને ઉત્તમ કરે, (સ્ત્રાર્થાદિ ગ્રહણ કરાવીને) આપજ તેને ભણાવે, અને આપજ આચાર, ગોચરી,