Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 630 ધન્યકુમાર ચરિત્ર. વનના અંતરમાં આપના આદેશથી સુવર્ણપુરૂષ મથિી ઘણું સોનું ઇચ્છાપૂર્વક મેં ગ્રહણ કર્યું. પછી આપનાથી જુદા પડીને તે સુવર્ણવડે વ્યવસાય કરતાં મેં સેળ કરોડ દ્રવ્ય ઉપામ્યું. પછી હું અહીં આવે. અહીં પણ જળમાર્ગે અને સ્થળમાર્ગે વ્યવહાર કર્યો, પરંતુ ચોમાસાને અંતે લાભ શોધવા માટે નામુ મેળવતા તેટલાને તેટલાજ સેળ કરેડજ દેખાય છે, કોઈ પણ અધિક થતું નથી. વધારે ખર્ચ કરૂં તે પણ તેટલા જ રહે છે. તેની વૃદ્ધિ માટે બહુ પ્રકારે નિપુણતાથી વ્યાપાર કર્યો, સર્વ વ્યાપારીઓ ઘણે વ્યાપાર દેખીને પિતપોતાના અંતઃકરણમાં ધારતા હતા કે આ વર્ષે તે ધમદત્તને અવશ્ય ચાર-પાંચ કરોડ ધનની વૃદ્ધિ થશે, પરંતુ મેં લેખું કરીને નામું મેળવ્યું તે તેટલું જ દ્રવ્ય રહ્યું–કાંઈ પણ વધારે થયે નહિ. વળી ફરીથી અતિ સંકુચિત રીતે ખર્ચ કરીને વ્યાપાર કર્યો ત્યારે પણ તેટલું જ દ્રવ્ય રહ્યું; વળી ઘણે ખર્ચ કર્યો ત્યારે પણ તેટલી જ મુડી રહી, તેથી હવે ઉત્સાહમાં ભંગ થયેલે હું યથાયોગ્ય સામાન્ય વ્યાપારજ કરૂં છું, વધારે કરતું નથી. આ પ્રમાણે દેખીને મારા ચિત્તમાં મોટું કૌતુક થયું છે પરંતુ અતિશય જ્ઞાની વગર તેને ખુલાસો કરવા કેણ સમર્થ છે?” આ પ્રમાણે રાજાની આગળ દંભ વગર વાત કરે છે, તેવામાં પ્રતિહારીની સાથે વનપાળકે આવીને પ્રણામપૂર્વક વિજ્ઞપ્તિ કરી કે–“સ્વામિન ! આજે વસંતવિલાસ નામના ઉધાનમાં ઘણા મુનિઓ સાથે શ્રીમદ્ ધર્મસાગર સૂરિ સમવસરેલા છે. પિતાના અતિશય જ્ઞાનથી ભવ્ય જીવે ઉપર ઉપકાર કરતાં તેઓ સર્વત્ર વિહાર કરે છે.” તેનું કથન સાંભળીને રાજા અને ધર્મદત્ત બંને પર્ષદાની સાથે ગુરૂને વાંદવા માટે વનમાં ગયા. ગુરૂ દષ્ટિપથમાં