Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ધન્યકુમાર ચરિત્ર. માત્સર્યથી અતિચાર સહિત અતિથિસંવિભાગ વ્રત તે આચરતે હતે. એ પ્રમાણે ધર્મને આચરતાં તેના ઘણા દિવસે વ્યતિત થયા. એક દિવસ તે ગામમાંથી કોઈ સાર્થ વસંતપુર તરફ જવાને તૈયાર થયે, સર્વ લેકે રસ્તાની સામગ્રી તૈયાર કરવા લાગ્યા. તે વખતે વસુદેવ નામના તેના મિત્રે લક્ષ્મીસાગરને કહ્યું કે “અરે મિત્ર ! હું વસંતપુર જવાનો છું, તેથી તું પણ વસંતપુરે આ વવા તૈયાર થા.” લક્ષ્મીસાગરે કહ્યું કે,–“મિત્ર ! ગાડું બળદ વિગેરે મારે નથી; તેથી કેવી રીતે તૈયાર થાઉં?” વસુદેવે કહ્યું કે-“બળદ વિગેરેને જેમ હું કરી આપીશ, તારાથી બીજી જે કાંઈ તૈિયારી થાય તે કરજે.” આ પ્રમાણે મિત્રે ઉત્સાહિત કર્યો એટલે તે પણ તૈયાર થઈ ગયે. સાથેશ ચાલે, પછવાડે તે બંને પણ ગાડું ભરીને બળદ વિગેરે સહિત ચાલ્યા. તેઓ કોઈ જળ તથા ઘાસવાળા પ્રદેશમાં સાર્થની સાથે રાતવાસે રહ્યા. લહમીસાગર પણ સારૂં સ્થળ જોઇને ઉતર્યો. રાત્રે નિદ્રાને અસર થશે ત્યારે સુઈ ગયે. પાછલી રાત્રે ઉઠીને નિદ્રા છોડી સામાયિક લઇને પરમેષ્ટીનું સ્મરણ કરવા લાગે તેટલામાં રાત્રિનો સમય જ બાકી રહેલે જાણીને જેઓ પગે ચાલનારા હતા તેઓએ સાર્થે. શને વિનંતિ કરી કે–શ્રેષ્ટિન ! આ ઉન્હાળાને સમય છે, દિવસ ચઢશે તે તડકામાં અમે દુઃખી થઈશું; તેથી શીતળ સમયમાં પંથ કાપો સારો છે.” તે સાંભળીને સાથે શે સેવકોને હુકમ કર્યો કે તાકીદે સાર્થને માર્ગે વહેતે કરો.” તેથી સેવકેએ પોકાર કર્યો કે “અરે સાથે લેકો ! સાથે ચાલે છે, સર્વ તૈયાર થઈ લક્ષ્મીસાગરે પિતાનો નિયમ જણાવવાને માટે અને વિલંબ કરવા માટે બે ત્રણવાર હું, હું એમ કહ્યું, ઉધરસ ખાધી, તે પણ તેઓ