Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ પલ્લવી - 643 પણ વધવા લાગી. અનુક્રમે તે મેટ શ્રેણી થયે અને સર્વત્ર તેની ખ્યાતિ થઇ. કેટલેક વખતે તેને ઘેર પુત્ર અવતર્યો, તેનું લક્ષ્મીચંદ્ર” નામ પાડ્યું. અનુક્રમે તે માટે થયે. એટલે તેને ભણવા મેક . થડા વખતમાં બધી કળા તે શીખે. પિતાની સંગતિમાં ધર્મક્રિયામાં તે કુશળ અને રૂચિવંત થશે, અનુક્રમે તે યૌવન પામે. વ્યાપારકાર્યમાં નિપુણ થવાથી લેકમાં અગ્રેસર થશે. તેનું વચન બધા પ્રમાણભૂત ગણવા લાગ્યા. પછી શેઠે તેને ઉમ્મર લાયક જાણીને અને તેની નિપુણતા જોઈને એક શ્રેષ્ઠીપુત્રી સાથે તેનું સગપણ કર્યું, અને વિવાહ કરવાની તૈયારી કરવા લાગ્યો. જ્ઞાતિના લોકોને, સ્વજનેને, તથા પરિચિત જનને ખવડાવવા માટે ઘણાં દ્રવ્ય મેળવીને જુદી જુદી જાતનાં મોદક બનાવરાવીને પહેલેથી જ તેણે એરડા ભરી રાખ્યા. એક દિવસ શ્રેષ્ઠી જિનેશ્વરની પૂજા કરતું હતું, તે વખતે મધ્યાન્હ સમયે તે શ્રેષ્ઠીને ઘેર કોઈ સાધુઓ એષણય આહારની ગષણા કરતા આવ્યા. દેવગૃહમાં રહેલ શ્રેષ્ઠીએ “ધર્મલાભ” એ શબ્દ સાંભળીને કહ્યું કે ઘરમાં કેણ વહેરાવનાર છેત્યારે નીચે રહેલા લક્ષ્મીચંદ્ર કહ્યું કે–“પિતાજી! હું અહીં છું' ત્યારે શેઠે કહ્યું-અહીં આવ.” ત્યારે લક્ષ્મીચંદ્ર તેના બાપની પાસે આવ્યા. શેઠે કહ્યું કે-“વત્સ ! તું પૂછ કેણ સુરિમહારાજ પધાર્યા છે? અને તે કેટલા પરિવારથી પરવારેલા છે?” ત્યારે લક્ષ્મીચંદ્ર બહાર આવીને પિતાએ કહ્યા પ્રમાણે પૂછયું. સાધુઓએ કહ્યું કેદિવાનપ્રિય ! આજે શ્રી ધર્મઘોષસૂરિ પાંચસે સાધુઓના પરિવાર સહિત પધારેલા છે, અમે તેના શિષ્યો છીએ, ગુરૂની આજ્ઞાથી આ કલા પરિવારનું તેના બાપના