Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ પક્ષવ. 671 તે સાચી છે. સ્ત્રીનું પિતાના ઘરના સુખના ઉદયની વાર્તા સાંભળીને હૃદય ઉલ્લાસાયમાન થાય છે, સ્ત્રીઓ હમેશાં પીયરીઆના ગૃહનું શુભ ચિંતન કરે છે, હમેશાં આશિર્વાદ આપે છે, તે બધું યુક્તજ છે. પરંતુ તે જે કહ્યું કે તે હમેશાં એકએક સ્ત્રીને ત્યજે છે. તેમ કરવાથી તે તારે ભાઈ હુને બહુ બીકણ જણાય છે. પ્રિયે! કાતર પુરૂષ હોય તે ધીર પુરૂષે કરેલી વાર્તા સાંભળીને ઉલસાયમાન થાય છે, ધીરના આચરણાનુસાર કરવાને ઈચ્છે છે, તે પ્રમાણે આદરવાને તૈયાર થાય છે, પરંતુ પછી અલ્પ સત્ત્વવંત હેવાથી મંદ થઈ જાય છે. નહિ તે શ્રીમદ્ વીરભગવંતનાં વચનામૃતથી સીંચાયેલ અને વ્રત લેવાના પરિ ણામરૂપી અંકુર જેને ઉદ્દભવેલ છે તે મંદ કેવી રીતે થાય? ધીરપુરૂષ તે જે નિર્ણય કરે તદનુસાર વર્તે જ છે, પ્રાણને પણ તે નિર્ણયને તજતા નથી. પ્રિયે ! પહેલાં તે પ્રાણીઓ અ૫કાળમાં કાર્ય કરવાની ઈચ્છાવાળા થાય છે, પરંતુ પછીથી નિઃસત્વ પ્રાણીઓ વિલંબ કરવાથી કાર્યસિદ્ધિ કરી શકતા નથી. તેથી તત્ત્વજ્ઞ એવા સાત્વિક પ્રાણુઓ વિલંબ વગર કાર્ય સાધવામાં જ વિશિષ્ટતા માને છે. કઈ પણ કાર્ય કરવા ધારે છે તે પછી જેમ તાકીદે થાય તેમજ કરે છે, તેમાં વિલંબ કરતા નથી.” આ પ્રમાણે પોતાના પતિના ગર્વયુક્ત વચને સાંભળીને સર્વે સ્ત્રીઓ પણ શાલિભદ્રના વૈરાગ્યથી વિમિત થતી કહેવા લાગી કે-“પ્રાણેશ ! સત્વવંત પુરૂષને પિતાના હરતથી સાગર તરે સહેલું છે, પરતું શુભ ધ્યાનવડે પુરૂષોએ જિનાજ્ઞાને અનુરૂપતપ કરે તે દુષ્કર છે, કારણ કે સર્વ આગમમાં કુશળ અને જિનકલ્પ પાળનારા ચૌદપૂર્વધરે પણ પતિત થયેલા સંભજાય છે, તે પછી બીજાની શી વાત? આ જગતમાં દુખિત