Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ મ પહાલ. જેમકે -" સજા થઈને રંક થાય છે, રંક થઈને રાજે થાય છે, દરિદ્રી થઈને ધનપતિ થાય છે, ધનપતિ થઈને દરિદ્રી થાય છે, ઇંદ્ર મરીને ગધેડે થાય છે, ગધેડો મરીને ઈંદ્ર થાય છે, કીડી મરીને હાથી થાય છે, હાથી મરીને કીડી થાય છે, આ પ્રમાણે ભવાંતરમાં અનેક પર્યાયે પ્રાપ્ત થાય છે, પરંતુ પૂર્વ ભવોમાં અનુભવેલું આ જીવ કાંઈ પણ સંભારતે નથી. પ્રસ્તુત ભવમાં પ્રાપ્ત થયેલા વૈભવના અભિમાનથી મસ્ત થઈને તે ફરે છે. જે જીવ રાજા થઈને આ ભવમાં અખંડ શાસનવાળે સાતે અંગે રા ન્ય પાળતે આંખના ફરકવા માત્રથી કરે છે ને કંપાવે છે, હમેશાં પ્રબળ સૈન્ય યુક્ત થઈને અનેક રાજાઓને નમાવે છે, જેના મુખમાંથી નીકળેલું વાક્ય વ્યર્થ થતું નથી, શિકારની દિડામાં હજારે જેને જે પીડે છે, ગીત-નૃત્યાદિમાં મગ્ન થઈને જીવ મૃત્યુ પામીને નરકમાં ઉત્પન્ન થાય છે અને એટલે જ ક્ષેત્ર વેદના, પરમાધામીએ કરેલી વેદના અને પરર૫ર કરેલી વેદના સહન કરે છે. ત્યાં કોઈ પણ તેનું રક્ષણ કરતું નથી. અસંખ્ય કાળ સુધી વારંવાર મૃત્યુ પામીને તિયંનિમાં તે ઉપજે છે, ત્યાં પણ અનેક જીને હણીને ફરીથી પાછો નરકમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે તે ભટકયાજ કરે છે. વળી પરભવ તે દૂર રહે, આ ભવમાંજ વિચિત્ર કવિપાકના ઉદયથી જીવ અનેક અવરથા અનુભવે છે. ચકી જે પણ રંક થઈને રેળા સાંભળીએ છીએ. જ્યાં સુધી જીવકર્માધીન છે ત્યાં સુધી તે સંસારમાં ભટકે છે. જયારે શુદ્ધશ્રદ્ધાથી શ્રીમત જિનેશ્વરની વાણીવડે કુશળ થઈને મેહનીયાદિ કર્મને ખપાવતો નથી, ત્યાં સુધી તે જીવને સંપૂર્ણ સુખ ક્યાંથી હેય આ દેખાતું જે સુખ છે તે તે ચારને વધને સમયે ખાવા આપેલ મિષ્ટાન્ન જેવું