Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ - - - - - - - ધન્યકુમાર ચરિત્ર. તરો રાખશે નહિ.” આ પ્રમાણે કહીને ધનવતી સંયમ લેવામાં સાવધાન મનવાળી થઈ. વાંદરી પણ ધર્મને આરાધીને થોડા કાળમાં મૃત્યુ પામી સેંધર્મ દેવલેકમાં દેવી થઈ અને જ્ઞાનવડે ગુરૂને ઉપકાર જાણીને તે સૂરિને સહાય કરનારી થઈ. ગુરૂ પણ નવા દીક્ષિત સાધુઓ સાથે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. અને નક્રમે સંયમ આરાધીને ચંદ્રવળ રાજર્ષિ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષે ગયા. ધર્મદત્ત અને ધનવતી પણ સંયમને આરાધીને એક માસની સંલેખના કરી સમાધિપૂર્વક મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં દેવથયા. ત્યાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવીને મહાવિદેહમાં મનુષ્ય થઈ તેઓ હવે પછી મેક્ષે જશે. હવે વિરધવળ મોટા આડંબર સાથે નગરમાં પ્રવેશ કરીને ન્યાયની ઘંટ વગાડવાપૂર્વક રાજ્યની પ્રતિપાલન કરવા લાગે. કેટલેક દિવસે તેના પિતાએ તે હકીકત સાંભળીને હર્ષ તથા બહુમાનપૂર્વક તેને બોલાવે અને તેને રાજ્ય આપીને તે આત્મસાધનમાં તત્પર થયે. વીરધળે બંને રાજય બહુકાળ સુધી સાચવીને સમય આવ્યે શ્રીદત્ત નામના પુત્રને રાજ્ય આપી ચારિત્ર ગ્રહણ કર્યું અને ત્રણે શુદ્ધિપૂર્વક ચારિત્ર આરાધીને મેક્ષપદ પ્રાપ્ત કર્યું. ઇતિ ધર્મદત્ત તદંતર્ગત ચંદ્રઘવળ-વિરધવળ કથા. મહાવીર ભગવંત શાળિભદ્રાદિને ઉદ્દેશીને કહે છે -" ભવ્ય છે ! ધર્મદત્તનું મહના મેલથી મલીન થયેલ વિચિત્ર વિપાકવાળું અને પરમ ઉદાસી ભાવ લાવનારૂં ચરિત્ર સાંભળીને ને મેહને જીતવાના ઉપાયભૂત પરમ વૈરાગ્યના રસની શાળા જેવી સંસાર ભાવનાને ભાવે. સંસારમાં પરિભ્રમણ કરતાં વિવિધ કમને લઈને છ ચારે ગતિમાં કયા કયા પર્યાયને પામતા નથી ?