Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ ૫ણવ. પર વિજી અને ભારત જ નહિ તેટલું જ પુન્ય ઉપાર્જન કર્યું. અધ્યવસાયની વિચિત્ર ગતિ છે. પુત્રે અપરિમિત ભાલ્લાસથી તથા પાત્રના બહુમાનથી અમિત પુન્ય' ઉપાર્જન કર્યું.ગંભીરપણાથી તેણે તે કેઈને કહ્યું નહિ. યથાવ સરે તેની અનુમોદના કરી. મુહૂર્તને દિવસે લક્ષ્મીચંદ્રને વિવાહ થયા. કેટલાક દિવસ સુધી ભવ્ય જીને પ્રતિબોધીને ગુરૂએ અને ન્યત્ર વિહાર કર્યો, પછી તે પિતાપુત્ર જીવિતપર્યંત ધર્મની પ્રતિપાલન કરીને આયુ પૂર્ણ થયું ત્યારે મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવીને પિતાને જીવ આ ધર્મદત્ત થયો છે. પૂર્વ જન્મમાં અતિથિ સંવિભાગ વ્રતમાં આંતરે આંતરે અતિચાર લગાડવાથી આંતરે આંતરે દુઃખ પ્રાપ્ત થયું; વળી સેબજ મોદકનું દાન દેવાના અભિપ્રાયથી સોળ કરેડ સેનૈયાને જ તે નાયક થયે, વધારે મળ્યું નહિ. પુત્રને જીવ તું રાજા થયે. પૂર્ણ ભક્તિથી દાન આપવાવડે અધિકતર પુન્ય ઉપાર્જન કરવાથી અક્ષય સુવર્ણપુરૂષ તને પ્રાપ્ત થયે. ઇતિ ધર્મદત્ત-ચંદ્રધવલ પૂર્વ ભવ વૃત્તાંત. આ પ્રમાણે પૂર્વ ભવની વાર્તા સાંભળીને રાજા વિચારવા લાગે કે-“શાસ્ત્રમાં જે કહ્યું છે તે પ્રમાણેજ થતું દેખાય છે. धर्म एव सदा येषां, दर्शनप्रतिभूरभूत् / कचित् त्यजति किं नाम, तेषां मंदिरमिन्दिरा // 1 // જેઓની દષ્ટિએ ધર્મજ હંમેશાં સાક્ષરૂપે રહેલ છે, તેઓના મંદિરને લક્ષ્મી શામાટે થોડા વખત પણ ત્યજે?' જો કે આમ છે તે પણ મોક્ષ વગર અક્ષયસુખ મળતું નથી.” આ પ્રમાણે વિચારીને તેણે ગુરૂને કહ્યું કે-“પ્રભે ! અપાર એવા