Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 250 ન્યકુમાર ચરિત્ર. કાળની બહુળતાએ છે. ઇ મૂર્ખ તે પ્રમાણે જાણુંને ગૃહસ્થધમંમાં રહીને મોક્ષને સાધ્ય કરવા ઈચ્છે છે તેને ઈચ્છિતની સિદ્ધિ થતી નથી. જેને ઘણાં કર્મો રિથતિમાં તથા સત્તામાં હોય તેવા અમારી જેવાને, ગુરૂની કૃપાથી સંસારનું સ્વરૂપ જાણુને જન્મ, જરા, મરણ, રોગ, શેક વિગેરેની પ્રાપ્તિથી જેને વરાગ્ય રંગ ઉલ્લાસાયમાન થે છે તેવાઓને તે શિઘ્રતાથી ચારિત્ર લેવું તેજ ઉત્તમ છે, તેમાં વિલંબ કરે તે મુર્ખાઈ છે; કારણ કે-“ધર્મ ની ત્વરિત ગતિ છે. સંસારમાં તે શ્રેયમાં ઘણા વિને આવે છે. જે કદાચિત વિલંબ કરીએ તે અધ્યવસાયાદિના નિમિત્તયેગથી આયુકર્મની અપવર્તન થઈ જાય તે, મરણ આવે ત્યારે કપેલ ધારણા નિષ્ફળ થાય છે અને પછી અન્ય ગતિમાં ગયેલા જીવને પૂર્વ ભવમાં કરેલ સંયમ, તપ, મૃતાદિ કાંઈ સાંભરતું નથી, જેના કુળમાં ઉપજે તેનીજ શ્રદ્ધા કરે છે, બીજાની કરતું નથી. કેઈકને સુમંગલાચાર્ય, આદ્રકુમાર વિગેરેની માફક કથંચિત પૂર્વે બાંધેલા પ્રબળ આરાધક પુન્યના ઉદયથી કઈ સહાય કરનાર મળે છે, તે તે ધર્માદિ સાંભરે છે, પરંતુ આત્મીય સ્વભાવથી તેમ બનતું નથી, હાથમાંથી ગયા પછી ફરીથી પામવું મુશ્કેલ છે. વળી તે કહ્યું કે– પરોપકાર જે બીજે ધર્મ નથી તે સાચું છે પરંતુ પહેલા સ્વ આત્માને તારીને પછી જ બીજાને તારી શકાય છે. આ સાધકનું લક્ષણ છે અને જિનેશ્વરની આજ્ઞા તેજ જાણવી, પરંતુ આત્માને સંસારપંથમાં વિચરતે રાખીને અન્ય ઉપર ઉપકાર કરવા જવું તેમાં શું ડહાપણી શી મેટાઈ? જેવી રીતે ઘેર છોક ઓ ભુખ્યા રહે અને બજારમાં દાનશાળા કરવી તે વ્યર્થ છે, તેમજ તેવું કરનારની મૂર્ખાઈ કહેવાય છે, તેવી જ રીતે પિતાને સં. સારમાં રખડાવી અન્યને તારવા જનાર–પરોપકાર કરવા જનાર