Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પર ધન્યકુમાર ચરિત્ર. અહીં આવીશ, ત્યારે પૂર્વ દિશામાંથી તેનું આગમન થશે તે તારે દીક્ષા ઉભવ કરશે.” આ પ્રમાણે સાંભળીને નિશ્ચિંત થઈ ઘેર જઈને સેવક વિગેરને યથાયોગ્ય ધન આપી, ધનની અધિક પુષ્ટિ કરનાર સાધન સંયમ લક્ષ્મીને જાણે તેને ગ્રહણ કરવાને ઇચ્છતા તેણે જિનભવન, જિનબિંબ વિગેરે સાતે ક્ષેત્રોમાં ઉલ્લાસપૂર્વક પુષ્કળ ધન વાપર્યું અને ધન્ય તેમજ કૃતકૃત્ય થયે. તે વખતે ધર્મદત્ત પણ ધનવતીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ રત્નસિંહ નામના પુત્રને ગૃહને ભાર સેંપીને ધનવતીની સાથે સંયમ લેવાને તત્પર થઈ ગયે. તે પણ સ્વજન પરિવારાદિકને યાચિત દાન આપી, સર્વેની સાથે ક્ષામણા કરી, તેઓની આશિષ લઈને પત્ની સાથે નીકળે. પછી ભૂપાળ અને ધર્મદત્ત મહેસવપૂર્વક સબદ્ધિ સહિત ગુરૂની પાસે આવ્યા. લેકે તે વખતે વિચારવા લાગ્યા કે–“રાજા તે દીક્ષા લે છે, પણ આપણું પાલન કરવા માટે કોઈને રાજ્ય ઉપર સ્થાપિત તે કર્યો નથી; તેથી આપણે શું ગતિ થશે? રાજા પણ “ગુરૂએ કહેલ રાજયગ્ય પુરૂષ હજુ સુધી આવ્યો નહિ, શ્રીમદ્ ગુરૂનું વચન અન્યથા થાય જ નહિ.” આ પ્રમાણે વિચારતો હતો, તેટલામાં તો પૂર્વ દિશાને માર્ગે દિવ્ય વાછત્રોના વનિ સંભળાવા લાગ્યા. રાજા તથા સર્વે લેકે વિમિત થઈને જોવા લાગ્યા, અને “આ શું ? આ શું ?' તેમ બોલવા લાગ્યા; તેટલામાં તે વેત હસ્તી ઉપર બેઠેલ, વેત છત્ર ધારણ કરાયેલ બંને બાજુ ચામરેથી વીં જાતિ, દિવ્ય આભરણેથી શોભત કે પુરૂષ દિવ્ય વાદિત્ર, ગીત, નૃત્યાદિ સહિત ઘણું દેવે સાથે ત્યાં આવ્યું, આવીને તરત જ વેત હતી ઉપરથી ઉતરી ગુરૂને નમસ્કાર કરીને તે બેઠે. તે વખતે ગુરૂએ રાજાને કહ્યું કે-“આ