Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 638 ધન્યકુમાર ચરિત્ર. હેય તે તેને ફરીથી ધમમાં જોડવી, તેમ કરવાથી તમારે માતા પુત્રીને સંબંધ સફળ થશે.” ધનવતીએ ગુરૂનાં વચન અંગીકાર કર્યા અને વાંદરીને પિતાની દેખરેખ નીચે રાખી. રાજાએ ફરીથી પૂછયું કે–“રવામિન્ ! સોળ કરેડ દ્રવ્ય ધર્મદત્તને મળ્યું, વધારે મળ્યું નહિ, તેનું તાત્પર્ય આપ કહેવા જતા હતા, તેવામાં નાચતી વાંદરીની વચ્ચે વાત આવી જવાથી અટકી ગયેલ છે, તે હવે કૃપા કરીને તે કહે. ત્યારે ગુરૂએ કહ્યું કે “સાવધાન થઈને સાંભળે ધર્મદત્ત અને ચંદ્રઘવળના પૂર્વ ભવને વૃત્તાંત. કલિંગ દેશમાં કાંચનપુર નામે નગર છે. ત્યાં લક્ષ્મીસાગર નામે વ્યાપારી રહેતે હતો. તેને લક્ષ્મીવતી નામે પત્ની હતી. તેના ઘરમાં લક્ષ્મી નહોતી, તથાપિ પરંપરાથી જિનધર્મવાસીત કુળ હેવાથી ભક્તિથી તે જિનેશ્વરે કહેલ ધર્મ આચરતો હતે. તેની પત્ની પણ તે પ્રમાણે ધર્મસાધનમાં તત્પર હતી. શ્રેષ્ઠી બંને સંધ્યા વખતે પ્રતિક્રમણ કરે, વળી સમય મળે સામાયિક પણ કરતું હતું, પર્વને દિવસે પોષધ કરતો હતે, પારણાને દિવસે અતિથિસંવિભાગ કરતે હતો. અને વ્રતને છોડતો નહતે. એ પ્રમાણે ધર્મ કરતું હતું, પરંતુ અતિથિ સંવિભાગ તને અતિચાર સહિત આચરતા હતા. કોઈ વખત શર્કરાદિક સચિત્ત વસ્તુ ઉપર પડેલી હોય તે પણ આ નિર્દોષ આહાર છે' તેમ કહીને તે સાધુઓને વહેરાવત હો, કોઈ વખત દેવાની ઇચ્છા ન હૈયા ત્યારે અચિત્ત વસ્તુને પણકુટિલતાથી સચિત વસ્તુ ઉપર મૂકી દેતે હ; કઈ વખત કાળ વીતી ગયા પછી સાધુને આમંત્રણ કરતે હતો વળી ગોચરી ગયેલા સાધુઓ પિતાના નિર્વા