Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 38 ધન્યકુમાર ચરિત્ર. નરકગતિ, ધર્મધ્યાનથી દેવગતિ અને શુકલધ્યાનથી ગતિ મળે છે. શુભ તથા અશુભધ્યાનના મધ્યમ પરિણામથી ઓ મનુષ્ય ગતિમાં જાય છે. જ્યારે અહીં હું આવ્યો ત્યારે મને દેખીને પૂર્વભવના સનેહના ઉદયથી તે વાંદરી અહીં ભમે છે અને નાચે છે.” આ પ્રમાણેનાં ગુરૂના વાક્ય સાંભળીને ધનવતી વાંદરીને જોઈને વારંવાર રેવા લાગી અને “હા ! માત ! તને શું થયું ?" આ પ્રમાણે વારંવાર બોલતી આંખોમાંથી આંસુ પાડવા લાગી. ગુરૂએ કહ્યું કે-“વત્સ ! કર્મની ગતિ વિચિત્ર છે અને સંસાર સમુદ્ર તર મુશ્કેલ છે. કહ્યું છે કે - न सा जाइ न सा जोणी, न तं ठाणं न तं कुलं / न जाया न मुआ जत्थ, सव्वे जीवा अनंतसा // 1 // એવી કોઈ જાતિ નથી, નિ નથી, સ્થાન નથી ને કુળ નથી, કે જ્યાં સર્વે જીવે અનંતીવાર જમ્યા ન હોય તેમજ મરણ પામેલા ન હોય.' घणकम्मपासबरो, भवनयरचउप्पहेसु विविहाओ / पावइ विडंबणाओ, जीवो को इत्थ सरणं से // 2 // ધનકર્મના પાશથી બંધાયેલ આજીવ ભવનગરના ચતુપથમાં વિવિધ પ્રકારની વિડંબના પામે છે, તેમાં તેને કેનું શરણ છે? સંસારના દુઃખથી ઉદ્ભરવાને એક ધર્મજ સમર્થ છે, બીજું કઈ સમર્થ નથી. કહ્યું છે કે-“ધર્મથી સુકુળમાં જન્મ થાય છે, વિગેરે.' તેથી દુર્લભ મનુષ્ય ભવ પામીને જે ત્રિકરણ શુદ્ધિથી જિનધર્મને આરાધે છે તે તરતજ જન્મમરણાદિ સાંસારિક દુઃખને ત્યજી દઈ–ઉખેડી નાખીને સિદ્ધિગતિમાં ચિદાનંદ પદ અનુભવે છે.” પછી તે વાંદરીને વારંવાર ધનવતીની સામે જોતાં અને ગુરૂનું