Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 635 નવમ પરવ. મને પરણાવી; પછી ગૃહભાર બધે મને સોંપીને પોતે નિશ્ચિંત થઈ ઘરમાં જ રહીને ધર્મારાધન કરતાં કાળ નિગમવા લાગ્યા. એક દિવસ પિતાની આયુષ્ય સ્થિતિ સંપૂર્ણ થયેલી જાણીને સમાધિવડે વિધિપૂર્વક આરાધના કરી તે મૃત્યુ પામ્યા. હું પણ તેના મૃત્યુકાર્યો કરીને ધર્મ અર્થ અને કામ ત્રણે વર્ગની સાધના કરવામાં તત્પર થયે સતે ત્યાં રહેવા લાગે. મારી સાથે સાંસારિક સુખ ભોગવતાં દ્વિજપુત્રીએ ગર્ભ ધારણ કર્યો. સમય થયે ત્યારે તેણે પુત્રને જન્મ આપે, તેનું ધનદત્ત એવું નામ પાડ્યું. પ્રતિપાલન કરાતે તે પુત્ર આઠ વર્ષને થે. પછી તેને વિદ્યા શિખવવા માંડી, પ્રાયે ઘણુ વિદ્યાઓ તે ભણ્ય. એ પ્રમાણે કેટલાક કાળ ગયા પછી તે નગરમાં શ્રી અજિતસિંહ સૂરિ પધાર્યા. લેકેના મુખેથી તે હકીકત સાંભળીને પુત્ર સહિત અમે દંપતી વંદન કરવા માટે ગયા. પાંચ અભિગમ સાચવીને તેમને વાદી સમીપે બેઠા. તેમણે દેશના આપી. અમૃતના રસને ઝરતી તેમની દેશના સાંભળીને વૈરાગ્યરંગથી રંગાયેલા અમારા અંતઃકરણ પીગળી જવાથી અમે બુઝયા એટલે ગૃહથપણું છોડી દઈને તે સૂરિની પાસે પુત્ર સહિત અમે વ્રત ગ્રહણ કર્યું. ગ્રહણ, આસેવનારૂપ શિક્ષા હું શીખે અને ગુરૂની કૃપાથી યથામતિ અનેક શાસ્ત્રોનાં તાત્પર્ય મેં પ્રાપ્ત કર્યા. ગુરૂ પાસે રહીને તપ ક્રિયા કરતાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમવડે મને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. પછી ગુરૂએકૃપા કરીને મને સૂરિપદ આપ્યું, અને અનેક સાધુને સમુદાય મને સે. હું પૃથ્વી ઉપર વિહાર કરતે આજે અહીં આવ્યો છું. " * આ તારી સાતા વહાણ ભાંગવાથી જળમાં બુડી ગઈ. આતંધ્યાનથી મારીને તે માછલી થઈ અને ફરીવાર મૃત્યુ પામીને તે આ વહેતી થર્દ છે, માથાનથી વિતતુતિતો થાનેથી ' ' ' '