Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ . નવમ પવિ. કથન સાંભળતાં તેમજ પૂર્વે આચરેલ ધર્મકર્માદિકની પ્રવૃત્તિ ધનવતીને તથા ગુરૂના મુખેથી સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે ધનવતી તરફ તથા પિતાના પતિ ગુરૂ તરફ વારંવાર જોતી તે અત્યંત વિષાદ કરવા લાગી. ગુરૂએ તેને પ્રતિબંધ આ કે-“ભદ્ર! હવે નકામે વિષાદ કરવાથી શું? મેહની ગતિ . આવી જ છે. તે મૃત્યુ સમયે પતિ તથા પુત્રીની ચિંતાવડે આ ધ્યાન કર્યું તેથી તારી તિર્યંચગતિ થઈ. પિતાના દોષથી જ જીવો દુર્ગતિમાં ભમે છે. સર્વે જીવો પિતાના કરેલા કર્મને અનુસારે જ જેવું કર્મ બાંધ્યું હોય તેવું ફળ અનુભવે છે. પૂર્વનાં કર્મો ભેગવ્યા વગર અગર ઉગ્ર તપસ્યા કર્યા વગર કોઈ ખપાવવા સમર્થ થતું નથી. જે સંસારનું સ્વરૂપ જાણીને તેનાથી ત્રાસ પામી મુકિતને માટેજ એકતે તૈયાર થાય છે તે નવાં કર્મો બાંધતા નથી, પરંતુ પૂર્વે બાંધેલા કર્મો તે તે પણ ભેળવીને તથા ઉગ્ર તપસ્યા કરીને ખપાવે છે. તું પણ પંચેન્દ્રિય છું. પાંચમા ગુણસ્થાનક સુધીની પ્રાપ્તિ કરવાને લે છે, તેથી યથાશક્તિ તપ અંગીકાર કર અને નમરકારમંત્રનું અવિચ્છિન્ન ધ્યાન કર, તેથી તારે દુર્ગતિમાંથી છુટકારો થશે અને તે બીજવડે પરંપરાએ તું સિદ્ધિસુખને પણ પ્રાપ્ત કરી શકીશ. આ તારી પુત્રી તારી પ્રતિપાલના કરશે અને તને સહાય આપશે.” આ પ્રમાણેનાં ગુરૂનાં વચન સાંભળીને તે માર્કેટીએ એકાંતર ઉપવાસને નિયમ ગુરૂસાક્ષીએ ગ્રહણ કર્યો. ગુરૂએ પણ તે બધું ધનવતીને જણાવ્યું અને કહ્યું કે-“તારે આ વાંદરીને ઘેર રાખીને તેને સહાય કરવી. આ તારી માતા છે, તેને પ્રત્યુપકાર કરવાને તું કરડે ભવે પણ શક્તિવંત થાત નહિ, માતાને પ્રત્યુ પ્રફાર કરવાને આ એકજ માર્ગ છે કે તે ધમથી ચુત થયેલ