Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ (4 ધન્યકુમાર ચરિત્ર. એકવાર સાંભળશે તે તરત જ સમજી જશે એવી તેની બુદ્ધિ છે. તેને તારી વિધાઓ આપવાથી તું અનૃણ થઇશપછી તારે તારી પુત્રી સાથે તેનું પાણિગ્રહણ કરાવવું.” આ પ્રમાણે કહીને દેવી અદ્રશ્ય થઈ ગઈ. તે દેવીએ કહેલી બધી હકીક્ત આજે મળી, તેથી હું તમારી ભક્તિ કરું છું. હે સજજન! હવે તમામ સં. કલ્પ વિકલ્પો છેડી દઈને રવગૃહની જેમજ તમે સુખેથી મારા ઘરમાં રહે, વહાણ ભાંગવાથી થયેલ હાનિની ચિંતા છેડી ધો. જ્ઞાનીએ જે દેખ્યું હોય છે તેજ થાય છે. શુદ્ધ શ્રદ્ધાવંત જૈનેને ઉદયની ચિંતા બહુ પ્રબળ હોતી નથી, કારણકે ઉદયમાં આપણું સ્વાધીનપણું નથી, ત્યારે પછી તેની ચિંતા કરવાથી શું ફળ ? તેમ છતાં આર્તધ્યાનને વશ થવાથી જ પાપકર્મજ બાંધે છે. ભવ્યપુરૂષોએ પ્રતિક્ષણે હેય અને ઉપાદેય વડે સારી રીતે કર્મના બંધની ચિંતા કરવી, કારણકે કર્મને બંધ કરે તે તે સ્વાધિન છે, હેપદેયના જ્ઞાનથી પ્રાયે પાપકર્મને બંધ થતું નથી અને અન્ય કર્મને બંધ થાય છે, વળી શુભ ઉપગથી પૂર્વે કરેલા અશુભ કમને રસબંધ મંદરિથતિવાળે થાય છે અને સ્વપ રસવાળા કર્મોની નિર્જરા થાય છે, તેથી શુભપગવડેજ કાલક્ષેપ કરવો એવી જિનેશ્વરની આજ્ઞા છે. વળી આપ તે આગમવાસિત અંતઃકરણવાળા છે, તેથી તમારે અવૈર્ય-ખેદ હોયજ નહિ. આ પ્રમાણે આશ્વાસન આપીને તેણે પિતાના ઘરમાં મને રાખ્યો. હું પણ જિનેશ્વરની આજ્ઞાને ધારણ કરીને કર્મના ઉદયની ચિંતા ત્યજી દઈ તેને ઘેર રહ્યો. પછી તેણે સારે દિવસે ગુપ્ત સ્થળે બેસાડી પિતાના ઘટમાં રહેલી બધી વિદ્યા ચિત્તની પ્રસન્નતાથી મને આપી, મેં પણ વિધિપૂર્વક તે ગ્રહણ કરી, પછી સારા મુહૂ વાળે દિવસે પોતાની રાક્તિ અનુસાર મહેન્સવ કરીને તેની પુત્રી