Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ધન્યકુમાર ચરિત્ર આ પાસે બેલ ધર્મદત્ત મારો જમાઈ છે, હું તેનો સાસછું; આ વાંદરી આગલા ભવાની મારી પત્ની છે, ધર્મદતની શ્રી ધનવતી તે અમારી પુત્રી છે, આ તેની માતા છે.” આ પ્રમાણે ગુરૂ મહારાજ કહેતા હતા તે કોઈ ધર્મદત્તની પાસે બેઠેલા મનુષ્ય સાં. ભળ્યું, એટલે તે ઉઠીને દોડતો નગરમાં ધર્મદત્તને ઘેર જઈને તેની પત્ની ધનવતીને કહેવા લાગે કે-“તારા પિતા ધનસાગર મુનિશ ગ્રહણ કરી આચાર્ય પદ પ્રાપ્ત કરીને અહીં આવેલા છે, પરમ અને તિશય જ્ઞાનવંત થયેલા છે, અને સર્વે લેકેનાં સંદેહનું નિવારણ કરે છે. ધનવતા પિતાને આવેલ જાણીને તરત જ ત્યાં આવી, તે વખતે મુનિ મહારાજ પુત્રીના વિવાહ માટે વહાણ ઉપર ચત્યાની હકીકત કહેતા હતા. તેણએ પિતાના દર્શનથી આંસુ પાડતાં વંદના કરી. પછી ધનવતીએ પૂછયું કે–“હે પિતાજી ! આ બધી હકીકતનું ખરું સ્વરૂપ શું છે? અને આ બધું કેમ થયું છે?” ગુરૂએ કહ્યું કે-“તેજ કહું છું તે સાંભળઃ “જયારે વહાણ ભાંગ્યું તે વખતે મારા હાથમાં એક પાટીલું આવી ગયું. તેના આધારથી તરી નવમે દિવસે હું કાંઠે આવ્યું. પાટીઆને છોડી દઈને કાંઠે ઉતરી હું આગળ ચાલ્યા, તે વખતે દૂરથી એક નગર દેખીને તે તરફ હું ચાલ્યો. આ વખતે માર્ગમાં એક બ્રાહ્મણ મળે. તેણે મને કહ્યું કે-“અહો ધનસાગર ! આવ, આવ, મારે ઘેર પધારે.” પૂછયું કે તું કેણ છો ? અને મને કયાંથી ઓળખે છે?” તેણે કહ્યું કે–“મારે ઘેર આવે, ત્યાં બધી હકીક્ત હું કહીશ.” એમ કહીને આગ્રહપૂર્વક તે મને તેને ઘેર લઈ ગયે. પછી તેણે તૈલાદિકવડે અને ભંગ કરીને ગરમ પાણીથી સ્નાન કરાવી મારે માર્ગને શ્રમ ઉતરા; પછી વિવિધ પ્રકારના સ્વાદવાળી રસેઈ બનાવરાવીને