Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ માવ, આવ્યા કે તરતજ પાંચ અભિગમનપૂર્વક રાજાએ અને ધર્મ તે ગુરૂને વંદન કર્યું. ગુરૂએ ઉપદેશ આપે કે- दुल्लहं माणुस्सं जम्मं, लद्धण रोहणं व रोरेण / 'रयणं व धम्मरयणं, बुद्धिमया इंदि वित्तव्वं // 1 // દુલભ મનુષ્ય જન્મ આપીને ગરીબ માણસ રોહણાચળને પામીને રત્નને ગ્રહણ કરે તેવી રીતે બુદ્ધિવંત પ્રાણએ ધર્મરત્નને ગ્રહણ કરી લેવું.' : जिणगुरुभत्ति जत्ता, पभावणा सत्तखित्तधणवावो / सम्मत्तं छावस्सय, धम्मो सयलद्ध सुहहेऊ // 2 // “જિનેશ્વર તથા ગુરૂની ભક્તિ, યાત્રા, પ્રભાવના, સાતે ક્ષેત્રમાં દ્રવ્યને વ્યય, સમ્યકત્વ, છ આવશ્યક–આ પ્રમાણે આરાધે ધર્મ સુખના હેતુભૂત થાય છે.” આ પ્રમાણે રૂડી રીતે અપાયેલી ધર્મદેશના સાંભળીને અવસર મળે ત્યારે રાજાએ પૂછ્યું કે-“પ્રભ ! આ ધર્માદરે મહા ઉદ્યમ કરીને તથા ઘણું કષ્ટ સહન કરીને સુવર્ણપુરૂષ મેળવ્યા. તે સુવર્ણપુરૂષ અવિચ્છિન્ન એ મારે ઘેર આવે. વળી તે ઘણો વ્યાપાર કરે છે, પણ સોળ કરોડજ દ્રવ્ય રહે છે, અધિક વધતું નથી, તેનું શું કારણ? કૃપા કરીને તે જણાવો. આ પ્રમાણે રાજાએ પ્રશ્ન કર્યો એટલે તેને ઉત્તર ગુરૂમહારાજ આપતા હતા, તેવામાં એક વાંદરી વૃક્ષ ઉપરથી ઉતરીને ગુરૂને વાંઢી આસપાસ વારંવાર ભમતી નૃત્ય કરવા લાગી. તે દેખીને રાજાએ કહ્યું કે પ્રભો ! પૂર્વે પૂછેલા પ્રશ્નને ઉત્તર પછી કહેશે, પરંતુ આ વાંદરી નૃત્ય કેમ કરે છે અને કેમ નમસ્કાર કરે છે ? એનું કારણ પ્રથમ કહે.” પછી ગુરૂએ કહ્યું કે–“રાજન ! જગતમાં મેહનીય કર્મની વિષમ ગતિ છે. ભવિતવ્યતા અવર્ણનીય–ન કહી શકાય તેવી છે.