Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ પાવ. 607 જાય છે. આ પ્રમાણે વિચારીને “હું હવે ઘેર જાઉં' એમ વિચારી તે ચંદ્રપુર તરફ ચાલે, પુરદ્વારમાં પ્રવેશ કરતું હતું, તે વામાં ફરીથી તેના મનમાં ચિંતા થઈ કે–“અરે મૂઢબુદ્ધિ ધમંદત્ત ! શું કરે છે? ક્યાં જાય છે? પહેલાં તે ભેગમાં લંપટ થઈને તેં બાપના ધનને ગુમાવ્યું. અહે ! તારી મૂઢતા કેવી છે? માબાપના ભારણને પણ તેં જાણ્યું નહિ; ત્યાર પછી એક નિર્લજજ નિઃસ્નેહ વિભાવવાળી સાધારણ સ્ત્રીએ (વેશ્યાએ) અપમાન કરીને તેને કાઢી મૂક્યું, ત્યારે તું ઘેર આવે. તારી કુલવંતી ૫નીએ પચાસ હજાર દ્રવ્ય તને આપ્યું તે પણ પોતાની કુબુદ્ધિથી તેં ગુમાવ્યું ! ! હવે વળી ઘેર જઈને તું તારૂં મુખ શું દેખાડી શ? જો નિજ થઈને ઘરમાં જઈશ તો સ્વજને અને પરજનો નિધન, ભાગ્યહીન તથા મૂખના શેખર એવા તને હસશે. તેનાં વઅને તું કેવી રીતે સહન કરી શકીશ? કહ્યું છે કેबरं वनं व्याघ्रगजेन्द्रसेवितं, द्रुमालयः पत्रफलाऽभ्युभोजनम् / तृणानि शय्या वसन चं वल्कलं, न बंधुमध्ये धनहीनजीवनम्॥१॥ વાઘ અને હાથીઓથી લેવાયેલ વનમાં વાસ, ઝાડના કુંપળ, પત્ર ફળ અને પાણીનું ભેજન, તૃણની શય્યા ને વલ્કલનાં વસ્ત્રો-તે બધું સારૂં, પણ ધન વગર બંધુઓની વચ્ચે રહેવું તે સારું નહિ.' તેથી હમણા તે વનમાં રહેવું તેજ ઉત્તમ છે. આ પ્રમાણે નિશ્ચય કરી પાછા વળીને તે વનમાં ગયો. પછી ફળ તથા જળના આહારથી તે પ્રાણવૃત્તિ કરવા લાગ્યો. આ પ્રમાણે વનમાં રહેતાં એક દિવસ એક વિદ્યાસિદ્ધ એગીએ તેને દીઠે. તેને સુલક્ષણવંત જાણુને તે યેગી બોલ્યો કે–“ભાઈ! તું ચિંતાતુર કેમ દેખાય છે?” તેણે કહ્યું કે " નિધનને નિશ્ચિતપણે કયાંથી 'હેય !" કહ્યું છે કે