Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ છે આપના ચરણની પ્રસાદીથી તેનું ચિછત કાર્ય સિદ્ધ થયું છે.” રાજાએ કહ્યું કે “બહુ સારું થયું.” રાજા નિર્લોભી સ્વભાવવાળા હોવાથી તથા ધન સમૃધ્યાદિકવડે ભરપૂર હોવાથી બીજું કાંઈ પણ તેણે પૂછયું નહિ. કુમારે પણ પોતે ગર્વિત દેખાય તેવા ભયથી કાંઈ પણ વિસ્તારથી કહ્યું નહિ. પછી રાજા અને કુમાર પિતાતાના કાર્યમાં પ્રવૃત્ત થયા. - હવે ધર્મદત્ત કોઈ નજીકના ગામમાં જઈને ઉત્તમ ઘર ખરીદી. ત્યાં રહ્યો. ત્યાં રહીને તે સુવર્ણ વડે વ્યાપાર કરવા લાગ્યો. અનેક ગાડી, ગધેડા, શકટ વિગેરે કરિયાણાથી ભરીને તેણે દેશાંતરમાં મોકલ્યા. ત્યાં તેના પુન્યસમૂહના ઉદયથી વીશગણે નફે તે વેચાયા; વળી તે સ્થળે રહેલા કરિયાણા પિતાને ગામ તે લાગે, ત્યાં પણ દશગણા મૂલ્યથી તે વેચાયા. આ પ્રમાણે ગમનાગમન કરતાં તેણે થોડાજ કાળમાં સેળ કરેડ ધન એકઠું કર્યું. એક દિવસ ધર્મદત્તિ વિચાર્યું કે-“સેળ કરોડ ધન મળ્યું, હવે અહીં રહેવું ગ્ય નથી, હવે તે મારા ગામ તરફ જાઉં, અને ત્યાં જઈને મારા બાપનું નામ ઉધોતિત કરૂં, તેમજ પ્રથમની ભાર્યાનાં મારશે. પૂર્ણ કરૂં. સ્વજનાદિકને સંતોષે. વળી સુપાત્ર દાન અને પૂજા પ્રભાવના વિગેરે કરીને પ્રાપ્ત થયેલ નરભવને સફળ કરું.” આ પ્રમાણે વિચારીને તે સ્થળને વ્યાપાર બંધ કરી મેટ સાથે સાથે લઈ પત્નીને સુખાસનમાં બેસાડી પોતે અશ્વ રથાદિ વાહન ઉપર ઇચ્છાનુસાર બેસી સેંકડે સુભટોથી પરવરેલે તે પિતાના ગામ તરફ ચાલે. થડા દિવસમાં તે પોતાના નગરપાસે આવી પહેચે. પિતાને ઘેર વધામણી એકલી કે- ધર્મદત્ત શ્રેષ્ઠી ઘણું ધન ઉપાજીને મેટી સમૃદ્ધિ સહિત આવે છે. તે સાંભળીને પ્ર શ્રેમની પત્નીએ વધામણું લાવનારને વસ્ત્ર, ધન, આભૂષણ વિગેરે